Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સનીના શોના આયોજકો હવે હાઇકોર્ટમાં પહોંચ્યા

ન્યુ યર પાર્ટીને મંજુરી આપવા માટેની માંગ થઇ :સરકારે મંજુરી આપવાનો ઇનકાર કરતા નારાજગી વધી

મુંબઇ,તા. ૨૨ :બોલિવુડમાં સેક્સ બોમ્બ ગણાતી સની લિયોનના ન્યુ યર પાર્ટી શોને મંજુરી આપવાનો કર્ણાટક સરકારે ઇન્કાર કર્યા બાદ નારાજ થયેલા શોના આયોજકો હવે હાઇકોર્ટમાં અપીલ કરવા પહોંચી ગયા છે. બેંગલોરમાં સની લિયોનની નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થનારી પાર્ટીને મંજુરી આપવા માટેની માંગ કરવામાં આવી છે. બેંગલોરમાં આયોજકો દ્વારા શોને લઇને તમામ તૈયારી કરવામાં આવી હતી. જો કે કર્ણાટક સરકારે મંજુરી આપી ન હતી. હવે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ૧૫મી ડિસેમ્બરે કર્ણાટક સરકારે બેંગલોરમાં ન્યુયર પહેલાની પાર્ટીમાં પરફોર્મ કરવા માટે બોલિવુડ સ્ટાર સની લિયોનને મંજુરી ન આપતા તેના લાખો ચાહકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ  હતુ.  કર્ણાટક સરકારે કઠોર નિર્ણય કરીને તમામને ચોંકાવી દીધા હતા.  કન્નડ તરફી સંસ્થાઓ દ્વારા વિરોધના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી શકે છે તેવુ કારણ આપીને આ શોને મંજુરી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.  ગયા વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એમજી રોડ પર બનેલી છેડતીની ઘટનામાં કર્ણાટક હાઇ કોર્ટના આદેશના અનુસંધાનમાં સની લિયોનને મંજુરી આપવામાં આવી રહી નથી. ઓગષ્ટ મહિનામાં તેની યાત્રા દરમિયાન કોચીમાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેથી જટિલ સ્થિતી સર્જાઇ ગઇ હતી.  શહેરમાં વ્હાઇટ ઓરચીડ સેન્ટર ખાતે બેંગલોરમાં સની નાઇટ ૨૦૧૮નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.  સની લિયોનના કાર્યક્રમને લઇને વિરોધ કેમ છે તે બાબત સમજાતી નથી તેમ કેટલાક લોકોએ કહ્યુ છે. તે ફેમિલી શો માટે પરફોર્મ કરવા માટે અહીં આવી રહી હતી. સની લિયોનની લોકપ્રિયતા ભારતમાં સતત વધતી રહી છે.

(12:30 pm IST)