Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ઇન્કમ ટેક્સ છુટછાટ માટેની મર્યાદા ૩ લાખ કરવા તૈયારી

પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરાશે :૬૦ વર્ષથી ઉપર અને ૮૦થી નીચેની વયના લોકો માટે ટેક્સ છુટછાટની મર્યાદા ૩.૫૦ લાખ કરવા માટે તૈયારી

નવી દિલ્હી,તા. ૨૨ :પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં આ વખતે કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવનાર છે. સામાન્ય લોકો અને પગારદાર વર્ગને પણ રાહત આપવામાં આવી શકે છે.  બજેટમાં ઇન્કમ ટેક્સ છુટછાટ માટેની મર્યાદા ત્રણ લાખ સુધી કરવા માટેની હિલચાલ ચાલી રહી છે. ૬૦ વર્ષથી ઉપરના અને ૮૦ વર્ષથી નીચેની વયના લોકોને કેટલીક રાહત આપવામાં આવી શકે છે. સિનિયર સિટીઝન માટે ટેક્સ છુટછાટ માટેની મર્યાદા ૩.૫૦ લાખ કરવા અને ૮૦ વર્ષથી ઉપરના લોકો માટે છુટછાટ ૫.૫૦ લાખ કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ કરનાર છે. ઇન્કમ ટેક્સની છુટ માટેની મર્યાદાને વધારી દેવાની રજૂઆત કરવામાં આવી ચુકી છે. ઇન્ક્મટેક્સ છુટછાટને વધારી દેવા માટે ત્રણ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. જાણકાર અર્થશાસ્ત્રીઓએ કહ્યુ છે કે અંતિમ નિર્ણય પએમઓ સાથે બેઠક યોજ્યા બાદ કરવામાં આવનાર છે.

 તમામ કરદાતાઓને હાલમાં ૨.૫૦ લાખ સુધી ઇન્કમ ટેક્સમાં રાહત મળે છે. સિનિયર સિટીઝન માટે ત્રણ લાખ રૂપિયા અને સુપર સિનિયર માટે ઇન્કમ ટેક્સમાં છુટછાટ પાંચ લાખ છે. આનો મતલબ એછે કે આટલી વાર્ષિક આવક હોવાની સ્થિતીમાં કોઇ ટેક્સ લાગુ પડશે નહી. ત્રણ પ્રસ્તાવ પર હાલમાં ચર્ચા ચાલી રહી છે.

(12:28 pm IST)