Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

રજી મુદાને લોકોની સમક્ષ લઇ જશે કોંગ્રેસ

આજે રાહુલના અધ્યક્ષ પદ હેઠળ મળનારી કોંગ્રેસની કારોબારીમાં લેવાશે નિર્ણયઃ કેટલાક પ્રસ્તાવો પાસ કરાશેઃ મનમોહન વિરૂધ્ધ મોદીની ટિપ્પણી અંગે પણ ચર્ચા થશે

નવી દિલ્હી તા.રર : કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી આજે પહેલીવાર કોંગ્રેસ કારોબારીની બેઠકનું અધ્યક્ષ પદ સંભાળશે. કાર્યક્રમ અનુસાર કારોબારી નવા અધ્યક્ષનું ઉષ્માભર્યુ સ્વાગત કરશે અને બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબુત દેખાવથી ભવિષ્યમાં પક્ષ પર થનારી અસર સહિત વર્તમાન રાજનીતિ ઉપર ચર્ચા થવાની સંભાવના છે. પક્ષના સુત્રોના જણાવ્યા પ્રમાણે રજી કૌભાંડમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતા અદાલતના ફેંસલા ઉપર પણ ચર્ચા થઇ શકે છે. કોંગ્રેસ આ મામલાને લોકોની વચ્ચે લઇ જવા ઇચ્છે છે અને આ મામલે પ્રસ્તાવ પણ સ્વીકારવામાં આવે તવી શકયતા છે.

ભાજપ અને પીએમ મોદીએ રજી કૌભાંડને લઇને ર૦૧૪ની ચૂંટણી કોંગ્રેસ વિરૂધ્ધ જોરદાર અભિયાન ચલાવ્યુ હતુ. મનમોહન સરકારના પરાજય માટે કથિત રજી કૌભાંડે મોટી ભુમિકા ભજવી હતી. આજની બેઠકમાં મનમોહન વિરૂધ્ધ મોદીની ટિપ્પણીને લઇને સરકાર અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજીથી ઉભી થયેલી સ્થિતિ ઉપર પણ ચર્ચા થશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ રજી મુદાને લોકોની વચ્ચે લઇ જવા માંગે છે જે માટે ટુંક સમયમાં એક યોજના બનાવાશે.

અત્રે એ નોંધનીય છે કે રાહુલ ગાંધીને ૧૧ ડિસેમ્બરે કોંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમણે ૧૬ ડિસેમ્બરે અધ્યક્ષનો કારભાર સંભાળી લીધો હતો. તેમના વડપણમાં આ પ્રથમ કારોબારી છે.

(11:23 am IST)