Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

૨જી સ્પેકટ્રમનો ચુકાદો સંભળાવનાર ઓપી સૈનીની પીએસઆઈથી જજ સુધીની જીવન સફર

૬૨ વર્ષીય જજ ઓપી સૈનીએ દિલ્હી પોલીસમાં સબ ઈન્સપેક્ટર તરીકે કારકીર્દી શરૂ કરી હતી. સેવામાં સામેલ થયાં બાદ ૬વર્ષીય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ તેમની પસંદગી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ૨ જી કોભાંડની તપાસ કરવામાટે સરકારને વિશેષ કોર્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો જે પછી આ કેસને હેન્ડલકરવા માટે સૈનીની પસંદગી કરવામાં આવી. ૨ જી કેસમાં પસંદગી થયાં પહેલા સૈનીએ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, સંબંધિત એક કેસનીપણ સુનાવણી કરી હતી. ઓપી સૈની આકરા ચુકાદા જાહેર કરવા માટે પ્રખ્યાત છે. ૨ જી કેસમાં તેમણે કનિમોઝી અનેબીજા આરોપીઓને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સૈનીએ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડની સામેનો ભ્રષ્ટાચારના કેસની સુનાવણી કરી હતી અને નાલકોના ચેરમેન એકે શ્રીવાસ્તવને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. રેડ ફોર્ટ શૂટઆઉટ કેસનો ચુકાદો પણ તેમણે જ સંભળાવ્યો હતો. આ કેસમાં તેમણે મુખ્ય આરોપીની ફાંસીની સજા સંભળાવી હતી અને બાકીના છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ૨૦૦૨માં આ કેસનું સંચાલન કરનાર જજ સબરવાલ નિવૃત થતાં સૈનીને આ કેસ સોંપવામાં આવ્યો હતો. પાંચ સંબંધિત કેસો ૩૦૦ સાક્ષીઓ સાથે જટીલ બનેલા આ કેસને સ્વીકારવાનો બે જજોએ ઈન્કાર કરી દીધો હતો.

(11:19 am IST)