Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વિરાટ કોહલીની શેરવાનીમાં ૧૮ કેરેટ ગોલ્ડના બટન

ઇટાલીમાં લગ્ન કર્યા પછી ક્રિકેટર વિરાટ કોહલી અને એકટ્રેસ અનુષ્કા શર્માએ દિલ્હીમાં ગુરૂવારે રાત્રે ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતું. રિસેપ્શન પહેલા બંનેએ કેમેરા સામે મન મુકીને તસવીરો ખેંચાવી હતી. તાજ ડિપ્લોમેટિક એન્કલેવમાં યોજાયેલા આ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીઆઇપીઓ તેમજ ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ મોટી ઇવેન્ટમાં પણ બંનેએ ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ તૈયાર કરેલાં આઉટફિટ્સ પહેર્યાં હતાં. રિસેપ્શનમાં બંનેનો લુક ઇન્ડિયન ટ્રેડિશનલ રહ્યો હતો. વિરાટે કાળા રંગની શેરવાની પહેરી હતી, તો અનુષ્કાએ લાલ બનારસી સાડી પહેરી હતી. ખાસ વાત એ છે કે, વિરાટે કાળા રંગની જે બંધગળાની શેરવાની પહેરી હતી, તેમાં ૧૮ કેરેટ ગોલ્ડનાં બટન હતાં. તેણે હેન્ડમેડ બ્રોકેટનું ચુડીદાર પહેર્યું હતું. આ સાથે જ વિરાટે સબ્યસાચી એકસેસરીઝની મોજડી પહેરી હતી. હાથમાં એમ્બ્રોઇડરી કાશ્મીરી શોલ હતી. આ જાણકારી ખુદ સબ્યસાચી મુખરજીએ સોશિયલ મીડિયા પર આપી છે.

(11:24 am IST)