Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પોપટ થયો ગુમઃ પરિવારે ખાવા-પીવાનું બંધ કરી દીધું

૫૦ હજારમાં ખરીદી હતી કોન્ગો પ્રજાતિની જોડી

અલ્હાબાદ તા. ૨૨ : કોઈ વ્યકિત ગુમ થઈ જાય ત્યારે તેને શોધવા માટે પરિવારના લોકો કેવું કેવું કરે છે તમે સાંભળ્યું જ હશે, પરંતુ કોઈ જાનવર માટે આવું સાંભળ્યું છે? અલાહાબાદમાં આજકાલ એક મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક પરિવારને આફ્રિકન પોપટ સાથે એટલો બધો લગાવ થઈ ગયો કે તેના ખોવાઈ જવા પર બાળકોએ ખાવા-પીવાનું પણ છોડી દીધું. પોપટ માટે પેમ્પલેટ્સ પણ વેચાવાના શરૂ થઈ ગયા અને ઈનામની પણ જાહેરાત થઈ. છેવટે ૨૬ દિવસો બાદ પોપટ મોહલ્લામાંથી જ મળી આવ્યો. ત્યારે તેમના પરિવારમાં ફરીથી ખુશીઓ પાછી આવી.

ફતેહપુરના રહેનારા નગર પાલિકાના મુખ્ય નાણાં અધિકારી દિનેશ બાબૂએ લગભગ ત્રણ વર્ષ પહેલા દિલ્હીથી એક કોન્ગોમાં મળી આવતો પોપટની એક જોડી ૫૦ હજાર રૂપિયામાં ખરીદી હતી. ત્યારે પોપટ અને મેના માત્ર થોડા જ દિવસના હતા. દિનેશ બાબૂના પરિવારે બંનેને બાળકની જેમ ઉછેર્યા. તેઓ પોપટને ગ્રેસ અને મેનાને લિલિ કહીને બોલાવતા. વિદેશી જાતિના હોવાના કારણે તેમને ઈમ્પોર્ટેડ ખોરાક આપવામાં આવતો, જે તેમના શરીરને બિલકુલ અનુરૂપ હતો. બંનેના દાણા અને ફળ પર મહિને ૧ હજારથી વઘુનો ખર્ચ કરાતો.

આ વચ્ચે ૨૫ નવેમ્બરે લિલિ પાંજરામાંથી નીકળી ગઈ. આ પછી તે પરિવાર પરેશાન થઈ ગયો. દિનેશ બાબૂની સાથે જ તેમની પત્ની અને બંને દીકરીઓની ખુશીઓ જતી રહી. થોડા દિવસો સુધી પરિવાર મોહલ્લા અને આસપાસના વિસ્તારમાં લિલિને શોધતા રહ્યો. તેમ છતાં લિલિના મળવાની ઉમ્મિદ તૂટવા લાગી. નાની દીકરીએ ખાવા-પીવાનું પણ છોડી દીધું. આ પછી દિનેશ બાબૂએ પોસ્ટર છપાવ્યા.

શંકરધાટ વિસ્તાર આસપાસ બે-ત્રણ કિલોમીટર સુધી હેન્ડબિલ અને પોસ્ટર લગાવાયા. પહેલા પોપટને લાવનારાને પાંચ હજારનું ઈનામ આપવાની વાત હતી. પરંતુ તેમ છતા ના મળવાના કારણે ઈનામની રકમ વધારીને ૧૦ હજાર રૂપિયા કરી દેવામાં આવી. આ હેરાન પરિવારને ૨૦ ડિસેમ્બરે રાહત મળી જયારે મોહલ્લાના એક વ્યકિતએ ફોન કરીને જણાવ્યું કે લિલિ તેની પાસે છે. તે ઉડીને તેના ઘરે પહોંચી ગઈ હતી. આ જાણકારી મળતા જ સમગ્ર પરિવાર તેને લેવા માટે ઘરે પહોંચી ગયો. ઈનામની રકમ આપીને દિનેશ બાબૂ લિલિને ઘરે લઈ આવ્યા અને તેમના પરિવારની ખુશી ફરીથી પાછી આવી ગઈ.

(6:27 pm IST)