Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઓસ્ટ્રેલિયાની સંસદે ભારતની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી

ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વ્યાપાર કરારને મંજુરીઃભારતની સાથે મુક્ત વ્યાપાર કરારને મંજૂરી આપ્યા બાદ કસ્ટમ ડ્યુટી સહિત ઘણા ફાયદા મળશે

કેનબરા, તા.૨૨ ઃઓસ્ટ્રેલિયાની સંસદે મંગળવાર ભારતની સાથે મુક્ત વ્યાપાર કરાર ને મંજૂરી આપી છે. હવે બંને દેશ આપસી સહમતિથી નિર્ણય કરશે કે આ કરાર કઈ તારીખથી લાગૂ થશે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. તેમણે લખ્યું- 'મોટા સમાચારઃ ભારતની સાથે અમારી મુક્ત વ્યાપાર કરાર સંસદમાંથી પાસ થઈ ગયો છે.' ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વ્યાપાર કરાર  ને લાગૂ કરતા પહેલા ઓસ્ટ્રેલિયન સંસદની મંજૂરીની જરૃર હતી. ભારતમાં આ પ્રકારના કરારને કેન્દ્રીય મંત્રીમંડળ મંજૂરી આપે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે એક ટ્વીટમાં કહ્યું, 'ખુશી છે કે ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરારને ઓસ્ટ્રેલિયાની સંસદે મંજૂરી આપી દીધી છે.' તેમણે આગળ લખ્યું- આપણી ગાઠ મિત્રતાને કારણે, આ આપણા માટે વ્યાપાર સંબંધોને પૂરી ક્ષમતા સાથે આગળ વધારવા અને મોટા પાયા પર આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે મંચ તૈયાર કરે છે.

ગોયલે મંગળવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે હવે ઓસ્ટ્રેલિયન સરકાર પોતાની કાર્યકારી પરિષદની મંજૂરી લેશે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી લેવી પડશે. તેમણે કહ્યું કે, આ મંજૂરીઓને જલદી હાસિલ કરવાની જરૃર છે. તેમણે કહ્યું કે આ કરાર ભારત માટે ન્યાય સંગત અને સારો છે.

એક અધિકારીએ કહ્યું કે હવે બંને પક્ષો પરસ્પર સંમતિથી નક્કી કરશે કે આ કરાર કઈ તારીખથી અમલમાં આવશે. કસ્ટમ સત્તાવાળાઓ આ અંગે નોટિફિકેશન બહાર પાડશે. FTA અમલમાં આવ્યા પછી, કાપડ, ચામડું, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિત ભારતમાંથી ૬,૦૦૦ થી વધુ ઉત્પાદનોને ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળશે.

 

(7:46 pm IST)