Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વધારે પડતુ ટેન્‍શન લેવાથી હાર્ટએટેકનો ખતરો રહેઃ ઉતાવળીયો અને આક્રમક સ્‍વભાવના લોકો સાવધાન

એક જ સમયે મલ્‍ટી ટાસ્‍કીંગમાં સક્રિય રહેવાથી પણ હૃદયરોગનો હૂમલો આવી શકે

નવી દિલ્‍હીઃ લોકો ટેન્‍શનમાં રહેતા હોવાથી અથવા એક જ સમયે એકથી વધુ કામમાં ધ્‍યાન આપવાથી હાર્ટ એટેક આવી શકે છે. જે કામથી વધારે પડતુ ટ્રેસ આવે તો એ કામથી અળગા રહેવુ જોઇએ.

દુનિયામાં લોકોને અત્યાર સુધી લાગતું હતું કે AIDS, મલેરિયા, સ્વાઈન ફ્લુ જેવી બીમારીઓ ઘાતક હોય છે. પરંતુ આ વધી બીમારીઓ વચ્ચે હૃદય સંબંધી બીમારીઓ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ છે. પહેલા તો મોટી ઉંમરના લોકોને હૃદય હુમલો આવતો પરંતુ હવે તો નાની ઉંમરમાં એટલે કે યુવાવસ્થામાં હૃદય હુમલો આવવો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આખરે ક્યાં ક્યાં કારણોથી હૃદય હુમલો આવી શકે. ઘણા લોકોનું માનવું છે કે કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, સ્થુળતા અને ધુમ્રપાનને કારણે હૃદય હુમલા આવતા હોય. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક પ્રકારની પર્સનાલિટીને કારણે પણ હાર્ટ એટેક આવી શકે. આવો જાણીએ વધુ માહિતી વિગતવાર.

પાલો ઓલ્ટો મેડિકલ ફાઉન્ડેશનમાં ઈન્ટરનલ મેડિસિનના ડોક્ટર રોનેશ સિન્હાએ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ઉતાવળો, આક્રામક અને બહુ વધારે પ્રતિસ્પર્ધી હોય તો તેને ટાઈપ A પર્સનાલિટી કહેવામાં આવે છે. આ ટાઈપમાં આવતા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે. એવું નથી કે જો તમે ટાઈપ Aમાં નથી આવતા એટલે તમને હાર્ટ એટેક નહીં આવે. ઘણીવાર તમારા અળગ વર્તનને કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. આવો જાણીએ અન્ય કેટલાક કારણો જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.

મલ્ટીટાસ્કિંગ-

ઘણા લોકો એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ હોય છે. લોકો ઘણીવાર કાર ડ્રાઈવ કરતી વખતે ફોનમાં વાતો કરતા હોય છે. અથવા ટ્રાફિકમાં મેસેજિંગ કરતા હોય છે. મલ્ટીટાસ્કિંગને કારણે હૃદય સંબંઘી બીમારીઓનો ખતરો વધું રહે છે. સ્ટ્રેસ લેવલ વધી જવાને કારણે હૃદય સંબંધી બીમારીઓનો ખતરો વધી શકે છે.

ટાઈમ પ્રેશર-

જ્યારે તમારા પર કોઈ કામ પૂર્ણ કરવાની ડેડલાઈન હોય અથવા તો કામ સમયમાં પૂર્ણ કરવા માટે પ્રેશર હોય તો તમારા હૃદય પર તેનું ખરાબ અસર થઈ શકે છે. લોકોએ આ સમયે ઈમ્પેશન્ટ, આક્રામક અને પ્રતિસ્પર્ધી ન થવું જોઈએ. પરંતુ જો ઘણીવાર કોઈ અગત્ચના કામને ઝડપથી પૂર્ણ કરવાનું હોય તો તમારા પણ દબાણ વધી જાય છે અને બસ આ જ કારણે હૃદય હુમલાનો ખતરો વધી જાય છે. માટે જે કામ જરૂરી નથી તેને આરામથી કરવા જોઈએ.

ઈમોશ્લન કંટ્રોલ-

ઘણા લોકોમાં ખાસ કરીને પુરૂષોમાં એવી આદત હોય છે કે તેઓ પોતાના ઈમોશન્સ જેવા કે ગુસ્સો અને નિરાશાને કોઈ પણ વ્યક્તિ સામે જાહેર નથી કરતા. લોકો પોતાના મનમાં આ બધી વાતો દબાવી રાખે છે. અને આખરે હૃદય સંબંધી બીમારીઓને આમંત્રણ આપે છે. આવા લોકો ખુલ્લીને વાત ન કરવા પર પોતે પણ નિરાશ થઈ રહેતા હોય છે. પરંતુ જો તેઓ પોતાની સમસ્યા, કોઈ નિરાશાભરી વાત કોઈ વ્યક્તિને કહી દે તો તેને થોડી હળવાશ અનુભવાશે.

 સ્ટ્રેસ લેવલને ઓછું કરવામાં આ ટીપ્સ અપનાવો-

-જો તમને કોઈ વસ્તુ અથવા વાતને લઈ સ્ટ્રેસ અનુભવતા હોવ તો કોઈ પણ કામ જબરદસ્તીથી કરતા બચો, ભલે પછી તે ઓફિસનું કામ જ કેમ ન હોય અથવા તો કોઈ બીજું. થોડાક સમય માટે તમારે તમારા મનની શાંતિ માટે રિલેક્સ થઈ જવું જોઈએ.

-જો તમે કોઈ સ્ટ્રેસવાળું કામ કરી રહ્યાં છો તો સૌથી પહેલા તમારું મન શાંત રાખો અને ગુસ્સો આવે તો તેને કાબુમાં રાખવો. કામ કરતા સમયે પણ સામેવાળી વ્યક્તિ સાથે ધીમેથી વાત કરો.

-તમારા રોજના રુટીનમાં મેડિટેશન અથવા યોગને ઉમેરો. આ તમારા મનને શાંત રાખવામાં ખુબ મદદરૂપ થશે.

(6:01 pm IST)