Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જો મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી સરકર બને તો બુલેટ ટ્રેન પ્રોજેકટ પર લાગી શકે છે બ્રેક

મહારાષ્ટ્રની નવી સરકાર હાથ ઉંચા કરી દયે તેવી વકી

મુંબઇ, તા.૨૪: અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની પરિયોજનાની કુલ ખર્ચ ૧ લાખ કરોડ રૂપિયા જેટલો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનામાં PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે દ્વારા બુલેટ ટ્રેનની પરિયોજનાનો આધારશિલા રાખવામાં આવ્યો હતો.

 જાપાને આ પ્રોજેકટ માટે ભારતને ૦.૧ ટકા પર વ્યાજે ૮૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપી છે.

જોકે કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ પરિયોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવવો જોઇએ. મહારાષ્ટ્ર આ પરિયોજનાને લઇને કોઇપણ પ્રકારનો ખર્ચ ઉઠાવશે નહીં. કોંગ્રેસના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે ખેડૂતના કલ્યાણ અને દેવામાફીનો મુદ્દો એજન્ડામાં છે.

જો કે NCP નેતાના જણાવ્યા અનુસાર ત્રણેય પાર્ટીઓની બેઠકમાં આ પરિયોજનાને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવામાં આવ્યું છે કે ૧.૦૮ કરોડની ખર્ચવાળી આ પરિયોજનામાં મહારાષ્ટ્ર ૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અફોર્ડેબલ કરશે. જો કે અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે એકવાર સરકાર બની જાય ત્યારબાદ આ અંગે કેન્દ્ર સાથે વાતચીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઇ વચ્ચે ચાલનારી આ બુલેટ ટ્રેનની ઝડપ ૩૫૦ કીમી પ્રતિકલાક હશે. આ પરિયોજના ૨૦૨૩ સુધીમાં પુરો કરવાનો લક્ષ્ય છે.

(3:36 pm IST)