Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઉદ્ધવજી વિરૂદ્ધ FIR નોંધાવવા એક મતદાર સીધો પોલીસ મથકે પહોંચ્યો

ઔરંગાબાદ : શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે સામે એફઆઈઆર નોંધાવવા માટે એક મતદાર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના બેગમપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. એવો આરોપ છે કે શિવસેનાના નેતા ઉદ્ઘવ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીમાં હિન્દુત્વના નામે મતો મેળવ્યા અને જીત્યા પછી, આજે તે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ની સાથે સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, જે હિન્દુઓ વિરોધી છે. આ છેતરપીંડી છે.

ફરિયાદી રત્નાકરના જણાવ્યા મુજબ, ભાજપ-શિવસેના જોડાણે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી એક સાથે લડી હતી. ઠાકરે પરિવાર સહિત પાર્ટીના ધારાસભ્ય પ્રદીપ જયસ્વાલ અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખખેરેએ ચૂંટણીમાં હિન્દુઓના પ્રશ્નો પર મત માંગ્યા હતા.

(12:57 pm IST)