Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમાં શિવસેના-NCP કોંગ્રેસની સરકારઃ આજે એલાન

અનેક દિવસોની બેઠકો બાદ આજે કોંગ્રેસ -NCP શિવસેનાને ટેકાની જાહેરાત કરશેઃ કાલે સરકાર રચવા દાવોઃ ઉદ્વવ ઠાકરે બનશે મુખ્યમંત્રીઃ કોંગ્રેસ-NCPના ૨ ડે.સીએમઃ કોંગ્રેસને સ્પીકરપદઃ ૧૬:૧૫:૧૨ની ફોર્મ્યુલા

નવી દિલ્હી/મુંબઈ, તા.૨૨: અનેક બેઠકો બાદ આજે શિવસેના કોંગ્રેસ અને NCPના ટેકાની જાહેરાત કરી શકે છે તેવા સંકેત છે. જો આજે ગઠબંધનની જાહેરાત થઈ તો શનિવારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારને મળીને શિવસેના સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. શિવસેનાને આજે કોંગ્રેસ અને NCPનો ટેકો મળવાનો પત્ર મળી શકે છે.

શિવસેનાએ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ધારાસભ્યોને એક અઠવાડિયું પોતાની સાથે રહેવા માટે કપડા અને આધાર તથા પાન કાર્ડ લાવવા માટે પણ કહેવામાં આવી શકે છે. શિવસેનાના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે બેઠકમાં ધારાસભ્યોને સંબોધિત કરી શકે છે અને તે પછી તેમને કયાંક એક સાથે રાખવામાં આવી શકે છે, જેનાથી તેમને અન્ય પાર્ટીઓના સંપર્કમાં આવવાથી બચાવી શકાય.

કોંગ્રેસ, NCP તથા શિવસેના ત્રણે પાર્ટીઓના નેતા શુક્રવારે મહત્વની બેઠક પણ કરી શકે છે. જેમાં વિવાદિત મુદ્દાને હટાવવા માટે અને મંત્રાલયોને વહેંચવા અંગે ચર્ચા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રાલયોને વહેંચવા અંગે અને સરકાર બનાવવાના ફોર્મ્યુલા પર વાતચીત થઈ શકે છે, જેમાં પ્રત્યેક ૪ ધારાસભ્ય પર પાર્ટીને એક મંત્રાલય મળી શકે છે. જેનો મતલબ એ છે કે, જો શિવસેના ૧૬, NCPને પણ ૫૪ ધારાસભ્યો પર ૧૫ અને કોંગ્રેસને ૧૨ મંત્રાલયો મળી શકે છે. આ સાથે મુખ્યમંત્રી પદ માટે પણ ૫૦:૫૦ નો ફોર્મ્યુલા સેટ કરવામાં આવી શકે છે.

 

(10:28 am IST)