Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રાજસ્થાનના મયંક પ્રતાપ સિંહે ઈતિહાસ રચ્યો : 21 વર્ષની ઉંમરે જ બન્યા જજ :

ભરતીના નિયમોમાં ફેરફાર થયો અને સૌથી નાની વયે જજ બનવાનું ગૌરવ હાંસલ થયું

જયપુર : રાજસ્થાનના મયંક પ્રતાપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. તેઓ 21 વર્ષની ઉંમરે જજ બનવા જઈ રહ્યાં છે. મંયકે આરજેએસની પરીક્ષા પાસ કરી છે અને હવે તેમની નિયુક્તી જજ તરીકે કરવામાં આવશે.

મયંક પ્રતાપ સિંહે આરજેએસની પરીક્ષા પાસ કરી છે. પહેલાં જ્યારે ભરતીનું નોટિફીકેશ આવ્યું ત્યારે ન્યૂનતમ શૈક્ષણિક મર્યાદા 23 વર્ષની હતી. આ બાદ ફરી ભરતીના નિયમોમાં ફેરફાર થયો અને રાજસ્થાન સરકારે વય મર્યાદા 21 વર્ષની કરી.

મયંક સિંહ પ્રતાપે 11-12 કલાકનું વાંચન કરીને અથાગ પરિશ્રમ કર્યો. જેના લીધે તેને ભરપુર ફાયદો થયો અને આ પરીક્ષા પહેલી જ તકમાં તેઓ પાસ કરી શક્યા. મયંકે આ વર્ષે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 5 વર્ષનો બીએએલએલબીનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ બાદ સીધી જ પરીક્ષા પાસ કરતાં હવે મયંક જજ બનશે.

(12:18 am IST)