Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ચૂંટણીમાં તમિળનાડુની પ્રજા કરિશ્મો કરી શકે : રજનીકાંત

વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીઓ : પાર્ટી લોન્ચ કરવાને લઇને નીતિઓ અને ઉદ્દેશ્ય પર કામ

ચેન્નાઈ, તા.૨૧ :  ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં ઉતરવાની તૈયારી કરી ચુકેલા સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે કે, તમિળનાડુની પ્રજા ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં કરિશ્મો કરવા જઈ રહી છે. એવી ચર્ચા છે કે, રજનીકાંત આગામી વર્ષ સુધી પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે. બીજી બાજુ રજનીકાંતે કમલ હસનની સાથે આવવાના પણ સંકેત આપ્યા છે. રજનીકાંતના નજીકના લોકોનું કહેવું છે કે, પાર્ટીની નીતિઓ અને ઉદ્દેશ્યોને આખરીઓપ આપવા પર કામ ચાલી રહ્યું છે. પાર્ટીની શરૂઆત થયા બાદ રજનીકાંતના ફેનક્લબ રજની મક્કલ મંદરમને નવું નામ મળી શકે છે. તેમણે કહ્યું હતું કે, ડીએમકેના નેતા એમ કરુણાનિધિ અને અન્નાદ્રમુકના મહાસચિવ જયલલિતાના આવસાન બાદ રાજ્યમાં રાજકીય શૂન્યને ભૂલવા માટે રજનીકાંત સજ્જ થઇ રહ્યા છે.

                  તમિળ સુપરસ્ટાર થલઇવા રજનીકાંતે મક્કલ નિધિ મયૈમના વડા અને અભિનેતા કમલ હસનની સાથે ભવિષ્યમાં રાજનીતિના મેદાનમાં જવાના સંકેત આપીદીધા છે. કમલ હસને બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, તેની અને રજનીકાંતની મિત્રતા ૪૪ વર્ષ જુની છે. જો જરૂર પડશે તો તમિળનાડુના વિકાસ માટે બંને સાથે આવી શકે છે. તમિળનાડુમાં અનેક ફિલ્મસ્ટાર રાજનેતા બનીને મોટી સફળતા મેળવી ચુક્યા છે. કમલ હસનની પાર્ટી લોકસભા ચૂંટણીમાં ઉતરી ચુકી છે. જો કે તેમની પાર્ટીને કોઇ મોટી સફળતા મળી ન હતી. રજનીકાંતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ ભાજપ સાથે હાથ મિલાવનાર નથી. તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૧માં યોજાશે. હજુ સુધી કમલ હસનની પાર્ટીને મોટી સફળતા મળી નથી. આવી સ્થિતિમાં રજનીકાંત સાથે આવે છે તો રાજ્યમાં ત્રીજા મોરચાની રચના થઇ શકે છે અને સફળતા પણ મળી શકે છે. હાલમાં રાજકીય સમીકરણો ઉપર ચર્ચા જોવા મળી રહી છે.

(12:00 am IST)
  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST