Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમૃતસર રેલ્વે દુર્ઘટના:લોકોની બેદરકારી અકસ્માત માટે જવાબદાર :લોકો જાણીબૂઝીને ઉભા હતા :રેલવેનો રિપોર્ટ

દશેરાનાં દિવસે થયેલા ટ્રેન અકસ્માતમાં 60 લોકોનાં મોત નિપજ્યાં હતા

નવી દિલ્હી : અમૃતસરમાં થયેલ મોટી રેલ દુર્ઘટના માટે રેલ્વે સુરક્ષા આયુક્તે લોકોની બેદરકારીનાં કારણે અકસ્માત બન્યો હોવાનો અહેવાલ રજુ કર્યો છે. મુખ્ય રેલ્વે સુરક્ષા આયુક્ત એસકે પાઠકે પોતાનાં અહેવાલમાં જણાવ્યું કે, 19 ઓક્ટોબરે થયેલી રેલ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ લોકોની બેદરકારી છે. લોકો દશેરાનો મેળો જોવા માટે જાણી બુઝીને રેલ્વે ટ્રેક અને ટ્રેકની આસપાસ ઉભા હતા. 

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને 19 તારીખે દશેરાનાં દિવસે થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં 60 લોકોનાં મોત થયા હતા. તમામ લોકો રેલ્વે ટ્રેક પર ઉભા રહીને દશેરાનો મેળો જોઇ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનની ઝપટે ચડી જવાનાં કારણે 60 લોકોનાં મોત થયા હતા.

(9:20 pm IST)