Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સુરેન્દ્રનગર,જૂનાગઢ,મોરબી અને પોરબંદર સહીત 129 જિલ્લાને વડાપ્રધાન મોદીની ગિફ્ટ : સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 129 જિલ્લામાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન (CGD) પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે  દેશના 19 રાજ્યોમાં સીજીડી માટે હાલમાં પૂર્ણ થયેલા 9માં બિડિંગ રાઉન્ડમાં પરિયોજનાનો ઉલ્લેખ હતો. સિવાય પીએમ મોદી દેશના 14 રાજ્યના 124 જિલ્લામાં 50 નવા જિયોગ્રાફિકલ એરિયા માટે 10માં સીજીડી બિડિંગ રાઉન્ડને પણ લોન્ચ કરશે.

  પેટ્રોલિયમ મંત્રાલયએ કહ્યું કે દેશના 19 રાજ્યના પ્રત્યેક જીયોગ્રાફિકલ એરિયા માટે અધિકૃત કંપની પણ સ્થાનિક સ્તરે પોત-પોતાની રીતે આયોજન કરશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા હાલમાં જાહેર કરેલી પરિયોજનાઓની મદદથી 26 રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશમાં દેશની અડધી વસ્તી સુધી ગેસ પહોંચાડવામાં આવશે.
  
કેન્દ્ર સરકારની અતિ મહત્વકાંક્ષી યોજનામાંથી એક એવી ઘરે ઘરે ગેસ પહોંચાડવાની કામગીરીને વેગવંતુ બનાવવા માટે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટ પર કામ હાથ ધરાયું છે, જે અંતર્ગત ગુજરાતના સુરેન્દ્રનગર, બરવાળા, રામપુર તાલુકા, નવસારી, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ખેડા, મોરબી, મહિસાગર, નર્મદા, પોરબંદર જિલ્લામાં એજન્સીની સ્થાપના કરાશે

(12:06 am IST)