Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ અને દીકરી આવશે જેસલમેર ?: ઉદ્યોગપતિ પરિવારના લગ્ન સમારંભ રહેશે ઉપસ્થિત !!

સંભવિત મુલાકાતઅંગે અમેરિકા દૂતાવાસ દ્વારા કોઈ જાણકારી અપાઈ નથી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર આ સપ્તાહે રાજસ્થાનના જેસલમેરમાં આવશે એક લગ્નમાં સામેલ થવા માટે રાજસ્થાનના જેસલમેર આવે તેવી શક્યતા છે. કુશનરની સાથે તેમના પત્ની અને ટ્રમ્પના પુત્રી ઈવાંકા પણ જેસલમેર આવે તેવી સંભાવના છે. જો કે આને લઈને હાલ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા ટ્રમ્પના દીકરી અને જમાઈના જેસલમેર આવવાની સંભાવનાને જોતા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત-દુરસ્ત કરવામાં આવી છે.

  બાવીસ નવેમ્બરથી પચ્ચીસ નવેમ્બર વચ્ચે યોજાનારા લગ્ન સમારંભમાં સામેલ થવા માટે જેરેડ અને ઈવાંકા પશ્ચિમ રાજસ્થાનના જેસલમેર નજીકના રેતાળ ભાગ સેન્ડ ડ્યૂન્સ ખાતે ફરવા માટે જાય તેવી પણ સંભાવના છે. અમેરિકાના દૂતાવાસ દ્વારા આને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી. એક પ્રતિનિધિનું કહેવું છે કે વ્હાઈટ હાઉસ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલા પ્રશ્નો પર હાઉસ જ જવાબ આપી શકે છે

  ઈવાંકા અને તેમના પતિની સંભવિત મુલાકાત પહેલા અમેરિકાના દૂતાવાસના પચાસ લોકોની એક ટીમ જેસલમેર પહોંચી અને તેમણે સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરી હતી. એડિશનલ એસપી રાજીવ દત્તાએ કહ્યુ છે કે જેરેડ અને ઈવાંકા સ્પેશયલ ચાર્ટર્ડ પ્લેનથી 22 નવેમ્બરે અહીં પહોંચે તેવી શક્યતા છે.

  જિલ્લાધિકારી ઓમ કસેરાનું કહેવું છે કે દૂતાવાસ તરફથી સત્તાવાર માહિતીની હજી રાહ જોવાઈ રહી છે. પરંતુ બાકી સૂત્રોનું કહેવું છે કે ઈવાંકા અને તેમના પતિ એક મોટા ઉદ્યોગપતિ પરિવારને ત્યાં આયોજીત થઈ રહેલા લગ્ન સમારંભમાં સામેલ થશે અને સેન્ડ ડ્યૂન્સ ખાતે એક રાત પણ વિતાવે તેવી શક્યતા છે.

 જિલ્લાધિકારી ઓમ કસેરાએ જણાવ્યુ છે કે દૂતાવાસ તરફથી સત્તાવાર માહિતીની તેઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ અન્ય સૂત્રોનું કહેવું છે કે યુગલ એક મોટા ઉદ્યોગપતિ પરિવારને ત્યાં આયોજીત લગ્ન સમારંભમાં સામેલ થશે. સેન્ડ ડયૂન્સ ખાતે એક રાત્રિનું રોકાણ કરીને તેઓ પચ્ચીસ નવેમ્બરે જેસલમેર પાછા ફરશે. મહત્વપૂર્ણ છે કે ઈવાંકા ગત વર્ષ નવેમ્બરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી ગ્લોબલ આંત્રપ્રેન્યોરશિપ સમિટમાં સામેલ થવા માટે ભારત આવ્યા હતા.

(12:21 pm IST)