Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

માર્ચ ર૦૧૯ સુધીમાં પ૦ ટકા એટીએમ બંધ થશેઃ નોટબંધી જેવી હાલત ની દહેશત

ઉદ્યોગ સંગઠન કાન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (કૈટમી) એ  ચેતવણી આપતા કહ્યું છે કે એટીએમ હાર્ડવેયર અને સોફટવેર અપગ્રેડ અને રોકડ પ્રબંધન યોજનાઓને કારણે માર્ચ ર૦૧૯ સુધી સંચાલનના અભાવમાં પ૦ ટકા એટીએમ બંધ થશે.

જો દેશમાં આટલી મોટી સંખ્યામાં એટીએમ બંધ થશે તો લોકોને રોકડ કાઢવાની સમસ્યા નો સામનો કરવો પડશે. સાથે જ લાખો લોકો બેરોજગાર બનશે તે પણ ભય છે. આમ જોઇએ તો એક એટીએમથી એક થી બે લોકોને રોજગાર મળી શકે છે. કૈટમીના પ્રવકતાએ કહ્યું કે ભારતમાં હાલના સમયે લગભગ ર,૩૮૦૦૦ એટીએમ છે. જેમાંથી એક લાખ ઓફ સાઇટ અને ૧પ૦૦૦ થી વધારે વ્હાઇટ લેબલ એટીએમ સહીત ૧,૧૩,૦૦૦ એટીએમ બંધ થઇ જશે.

(12:00 am IST)