Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુષ્માજીના ચૂંટણી નહિ લડવાના નિર્ણયનું પતિએ કર્યું સ્વાગત:સ્વરાજે લખ્યું,, ખુબ ધન્યવાદ મેડમ

મને યાદ છે કે એક સમય બાદ મિલ્ખા સિંહે પણ ભાગવું બંધ કરી દીધું હતું.

 

નવી દિલ્હી :વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ભલે 2019ની ચૂંટણી નથી લડી રહ્યાં, પરંતુ તેઓ રાજનીતિમાં સક્રિય રહેશે, તેમણે ખુદ ટ્વિટર પર લખ્યું હતું કે હું રાજનીતિથી રિટાયર નથી થઈ રહી, માત્ર સ્વાસ્થ્યના કારણોસર 2019ની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે

  ત્યારે સ્વરાજે આ વખતે રોમાન્ટિક અંદાજમાં બધાને ચોંકાવી દીધા છે,તેમણે સુષ્મા સ્વરાજના ફેસલાનું સ્વાગત કરતા થેન્ક યૂ કહ્યું છે. એમણે આ વખતે એક પછી એક ટ્વીટ કર્યાં, એમણે લખ્યું કે મેડમ ચૂંટણી ન લડવાના તમારા ફેસલા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ, મને યાદ છે કે એક સમય બાદ મિલ્ખા સિંહે પણ ભાગવું બંધ કરી દીધું હતું.

(12:13 am IST)
  • જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે ગોંડલ-જેતપુરનો સ્ટાફ મુકાશે : જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગોંડલ-જેતપુરથી સ્ટાફ લેવાશે કુલ ૨૬૨ બુથઃ તમામ સ્ટાફની ડેટા એન્ટ્રી પુરીઃ ચૂંટણી જાહેર થતા જ સ્ટાફના ઓર્ડરોઃ તંત્ર દ્વારા તેૈયારી પુરી access_time 3:14 pm IST

  • જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું હોર્સ ટ્રેડિંગ રોકવા માટે વિધાનસભા ભંગ કરી :રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે અલગ અલગ રાજનીતિક વિચારધારા વાળા પક્ષો દ્વારા સ્થાયી સરકાર બનાવી શકાય નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ રાજ્યપાલને સરકાર બનાવવા દાવો કરતો પત્ર મોકલ્યો બાદમાં વિધાનસભા ભંગ કરતા પીડીપી,કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રન્સ નારાજ છે access_time 1:16 am IST

  • જમ્‍મુ-કાશ્‍મીરમાં સવારે આર્મી કેમ્‍પ ઉપર આતંકી ફાયરીંગઃ એક નાગરીક ઘાયલ access_time 11:35 am IST