Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

''યોગા તથા હિન્દુઝમની ભાવના શેતાની પરિબળ' : અમેરિકાના મિસૌરીમાં આવેલા ચર્ચના પાદરીએ ખ્રિસ્તીઓને યોગાથી દૂર રહેવાનો અનુરોધ કર્યો

મિસૌરીઃ અમેરિકાના ઓઝાર્ક મિસૌરીમાં આવેલા જેમ્સ રીવર ચર્ચના પાદરી જહોન લિન્ડેલએ 'યોગા'ને શેતાની શકિત વધારવા માટેનું માધય્મ ગણાવ્યું છે. તથા હિન્દુઝમની ભાવનાને પણ શેતાની ગણાવી છે.

૨૮ ઓકટો.૨૦૧૮ના રોજ આ પાદરીએ ચર્ચમાં કરેલા ઉદબોધનમાં ખ્રિસ્તીઓને 'યોગા'થી દૂર રહેવાનો અનુરોધ કર્યો હતો. તથા તેને ખ્રિસ્તી સંસ્કૃતિથી વિરૃધ્ધની બાબત ગણાવી હતી. તથા યોગા દરમિયાન કરાતા સુર્યને નમસ્કાર તથા 'ઓમ'ના ઉચ્ચારણને પણ શેતાની શકિતને આહવાહન સમાન ગણાવ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:23 pm IST)