Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

૩ જ દિવસોમાં રોકેટ તૈયાર કરવાની તૈયારી

ખર્ચનો આંકડો ૧૦ ગણો ઓછો

નવીદિલ્હી, તા. ૨૨ : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ દેશના સેટેલાઇટ લોંચ સિસ્ટમમાં એક મોટી ક્રાંતિ લાવવાની તૈયારી કરી લીધી છે. ઇસરો હાલના દિવસોમાં એક નાનો વ્હીકલ બનાવવાની કામગીરી હાથ ધરી છે. જેને માત્ર ત્રણ દિવસમાં જ તૈયાર કરી લેવામાં આવશે. પીએસએલવી જેવા રોકેટને તૈયાર કરવામાં સામાન્યરીતે ૩૦થી ૪૦ દિવસ લાગે છે. આવી સ્થિતિમાં ઇસરોના પ્રયાસ સેટેલાઇટ લોન્ચિંગની દિશામાં મોટી ક્રાંતિ સમાન રહેશે. એટલું જ નહીં આ રોકેટને તૈયાર કરવામાં પીએસએલવીની સરખામણીમાં ૧૦ ટકા રકમ જ ખર્ચ થશે. દુનિયાભરમાં લોંચ વ્હીકલમાં મેન્યુફેક્ચરિંગ ખર્ચ હાલમાં ૧૫૦થી ૫૦૦ કરોડ રૂપિયા થાય છે. થિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરના ડિરેક્ટર કે સિવાને માહિતી આપતા કહ્યું છે કે, ઇસરો હાલના દિવસોમાં નાના લોંચ વ્હીકલ તૈયાર કરવાની તૈયારીમાં છે. ૨૦૧૮ના અંત સુધી અથવા તો ૨૦૧૯ની શરૂઆત સુધી આ નાના લોંચ વ્હીકલ તૈયાર કરી લેવામાં આવશે. કિંમત પીએસએલવીની સરખામણીમાં ૧૦ ગણી જ રહેશે.

 

(7:35 pm IST)