Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017


એક બાઇક પર ૫૮ જવાન, બન્યો વર્લ્ડ રેકોર્ડ

બેંગલુરૂ : આર્મી કાયમ તેના સાહસનો પરિચય આપતી રહે છે. આર્મીના કારનામા માત્ર બોર્ડર સુધી જ મર્યાદિત નથી રહેતા, પરંતુ તે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવતી રહે છે. આ જ ક્રમમાં પોતાના સાહસનો પરિચય આપતા આર્મી સર્વિસ કોર્પ્સ (એએસપી)ના ૫૮ જવાનોએ એક ૫૦૦ સીસીની રોયલ એનફિલ્ડ બાઈક પર સવાર થઈ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ બાઈક જવાનોએ ૧૨૦૦ મીટર સુધી ચલાવી. એએસસીના જવાનોની આ ટીમ 'ટોરનેડોઝ'ના નામથી ઓળખાય છે. એએસસીના ૫૮ જવાનોએ બેંગલુરૂના ઈન્ડિયન એરફોર્સ સ્ટેશન પર આ કારનામુ કરી બતાવ્યું. આ ટીમને મેજર બન્ની શર્માએ લીડ કરી હતી. બાઈક પર સવાર બધા જવાનોએ તિરંગામાં રહેલા ત્રણ રંગ કેસરી, સફેદ અને લીલા રંગના કપડાં પહેર્યા હતા. રોયલ એનફિલ્ડને સુબેદાર રામપાલ યાદવ ચલાવી રહ્યા હતા. ટીમને આ સ્ટંટની તૈયારીમાટે માત્ર બિસ્કિટ અને ૧૦૦ એમએલ પાણી પીધું હતું. એએસસીના જવાનો દ્વારા રેકોર્ડ બનાવવાનો આ ત્રીજો પ્રયાસ હતો. ઉલ્લેખનીય છે કે, એએસસીની ટીમના નામે ૨૦ વર્લ્ડ અને નેશનલ રેકોર્ડ નોંધાયેલા છે. આ રેકોર્ડનો એક વીડિયો એડિશન ડાયરેકટર જનરલ ઓફ પબ્લિક ઈન્ફોર્મેશનના પેજ પર પણ શેર કરાયો છે.

 

(11:03 am IST)