Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ભાજપના ટોચના નેતાઓની હત્યા કરવા જૈશ - તોઇબાનું ષડયંત્ર

બંને ત્રાસવાદી સંગઠનોએ હાથ મિલાવ્યાઃ મિશન પાર પાડવા માટે ખાસ ટુકડી પણ રચીઃ જે ત્રાસવાદીઓને કામ સોંપાયુ છે તેઓ ભારતમાં પ્રવેશી ગયાની પણ ચર્ચાઃ ઓછી સિકયુરીટી રાખતા મુખ્યમંત્રી પ્રથમ ટાર્ગેટ

નવી દિલ્હી તા.રર : પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈસ એ મોહમદ અને લશ્કર એ તોઇબા જેવા ત્રાસવાદી સંગઠનો સાથે મળી એક ખોફનાક મિશનને અંજામ આપવાની તૈયારી કરી રહી છે. આ મિશન ભારતની કેન્દ્ર સરકારના કેટલાક સીનીયર નેતાઓની હત્યા કરવાનો છે. મળેલા ઇનપુટ મુજબ બંને ત્રાસવાદી સંગઠનોએ જે યાદી તૈયાર કરી છે તેમાં મોટાભાગના ભાજપના નેતાઓ છે અને તેમા પણ કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને કેટલાક હાઇપ્રોફાઇલ મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી આ મિશનને અંજામ આપવા માટે તેઓએ એક ખાસ ટુકડી પણ બનાવી છે.

મળતા અહેવાલો મુજબ આ કામને અંજામ આપવા માટે બાંગ્લાદેશના કેડરને તૈયાર કરવામાં આવેલ છે અને એવુ પણ બની શકે કે તેઓએ સરહદ પાર કરી લીધી હોય. આ લોકો સૌ પહેલા એવા મુખ્યમંત્રીઓને નિશાના ઉપર લેવા માંગે છે જેઓ ઓછી સિકયુરીટી લેતા હોય. જૈશનો વડો મસુદ અઝહર પોતાના ભત્રીજાનું મોત થતા ભારે ગુસ્સામાં છે. તેણે આ મહિને ફુંકી મારવામાં આવ્યો હતો.

આ કામ માટે જૈશ અને તોઇબા સાથે મળીને કામ કરે છે. ત્રાસવાદીઓ વચ્ચેની વાતચીતથી જાણવા મળે છે કે, તેઓ પહેલા ઓછી સુરક્ષા રાખતા મુખ્યમંત્રીને ટાર્ગેટ બનાવશે. અત્રે એ નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસથી કાશ્મીરમાં જૈશનો આતંક વધ્યો છે તે તોઇબાની જગ્યા લઇ પોતાને મોટુ સંગઠન બનાવવા પ્રયાસ કરે છે. બે દિવસ પહેલા જૈશના ૩ ત્રાસવાદીઓને પકડી પણ લેવાયા હતા.

 

(9:42 am IST)