Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગ્રુપકાર ઘોષણા વિરૂધ્ધ અલગ જમ્મુ રાજયની માંગ : ભાજપનું સમર્થન

જમ્મુમાં રાજકીય હલચલ વધી : સામાજીક ધાર્મિક સંગઠનો પણ જોડાયા

જમ્મુ (સુરેશ ડુગ્ગર દ્વારા), તા. રર :  કાશ્મીર કેન્દ્રીત રાજકીય પક્ષોની ગ્રૃપકાર ઘોષણાથી પ્રદેશ ભાજપે ધબરાઇને અંદર ખાને જમ્મુ સંભાગના રાજકીય અને સામાજીક પક્ષોનું સમર્થન કરવાનું શરૂ કરી દીધું છે. જે જમ્મુને કાશ્મીરથી અલગ કરતા નવા રાજય તરીકે જોવા માંગે છે.

ઘણા વર્ષો પહેલા જમ્મુવાસીઓનું સમર્થન મેળવવા માટે ભાજપ આ દાવ ખેલી ચુકી છે. ત્યારે જમ્મુની મુહીમને છેડીને ર૦૧૪ ની ચૂૂંટણીમાં રપ બેઠકો મેળવી હતી. હવે જયારે કાશ્મીરી નેતા અને રાજકીય પક્ષો ગ્રૃપકાર ઘોષણા હેઠળ ભેગા થવા લાગ્યા છે ત્યારે જમ્મુ સંભાગમાં તેના સમર્થનમાં અવાજ ઉઠવા લાગ્યા છે. ભાજપની મુશ્કેલી વધી ગઇ છે. આ પરેશાનીનું કારણ ૩૭૦ ની કલમ પહેલા ભાજપે કરેલ વાયદા બાદ ૩૭૦ની કલમ લાગુ થતા જમ્મુવાસીઓને લાગવા લાગેલ કે ભાજપનું ધ્યાન ફકત કાશ્મીર તરફ છે, જેથી જનતા નારાજ છે.

થોડા દિવસોથી અલગ જમ્મુ રાજયની માંગને લઇને રાજકીય હલચલ વધી છે. પેન્થર્સ પાર્ટીની સાથે ઘણા સામાજીક પક્ષોએ ભેગા થઇ માંગ ઉઠાવી છે. ચોંકાવનારી વાત એ છે કે જે સામાજીક  કે ધાર્મિક સંગઠનો સમર્થનમાં છે તે મોટા ભાગના ભાજપના નેતાઓ અને સમર્થકો દ્વારા સંચાલીત છે.

ઉપરાંત વધુ એક બાબત છે કે જમ્મુ સંભાગના લોકો ફકત જમ્મુને અલગ રાજય બનાવવાની માંગ નથી કરી રહ્યા પણ સાથે કાશ્મીરને પણ વધુ બે કેન્દ્ર શાસીત પ્રદેશમાં વહેંચવાનું કહી રહ્યા છે જેમાંથી એક યુટીમાં કાશ્મીરી પંડીતોને વસાવામાં આવે અને આ માંગ પણ ભાજપ જ કરી રહ્યું છે. રોશની કૌભાંડ બાદ પ્રકાશમાં આવેલ અંકુર શર્મા એકજુટ જમ્મુના ચેરમેન છે, જેને ભાજપનું પૂર્ણ સમર્થન છે.

(3:17 pm IST)