Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બિહારવાસીઓને કોરોનાનુ નિઃશુલ્ક રસીકરણ કરાશે

બિહારમાં બીજેપીનું વિઝન ડોકયુમેન્ટ જાહેરઃ પ સુત્ર, એક લક્ષ્ય, ૧૧ સંકલ્પોની થીમ : ૧૯ લાખ નવા રોજગારનું સર્જનઃ ૨૦૨૨ સુધીમાં ૩૦ લાખને પાકા મકાનનો વાયદો : એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું વચન : ૨૦૨૨ સુધી ૩૦ લાખ લોકોને પાકા મકાન દેવાનું વચન : ૧૯ લાખ નવી રોજગારી આપવાનું વચન : દરભંગામાં એમ્સ હોસ્પિટલ બનાવવાનું વચન : કોરોનાની રસી જેવી જ ICMR દ્વારા જાહેર કરાશે ત્યારે બિહારવાસીઓને નિશુલ્ક રસીકરણ કરવામાં આવશે : મેડિકલ એન્જીનીયરીંગ સહિત તમામ ટેકનીકલ કોર્સ હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવશે. : તમામ વિદ્યાલયોમાં એક વર્ષમાં ત્રણ લાખ નવી નિયુકતીનું વચન

નવી દિલ્હી, તા.૨૨: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનમાં એક સપ્તાહનો સમય બચ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિઝન ડોકયુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટનામાં વિઝન ડોકયુમેન્ટ જાહેર કરવામાં આવ્યું. જયાં નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યાં.ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિઝન ડોકયુમેન્ટમાં આત્મનિર્ભર બિહારનું સૂત્ર આપ્યું છે. 'તેમજ ભાજપ છે તો ભરોસો છે'નું નવું સૂત્ર અને વીડિયો સોંગ પણ રજૂ કરાયું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રેલીઓને લઈને ભારતીય જનતા પાર્ટી એકશનમાં આવી ગઈ છે. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં ૧૯ લાખ નોકરી દેવાનું વચન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને વિકાસ અમારૂ સૌથઈ મોટું વચન છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રેલીઓને લઈને ભારતીય જનતા પાર્ટી એકશનમાં આવી ગઈ છે. પીએમ મોદી બિહારમાં ૧૨ રેલીને સંબોધશે. પ્રધાનમંત્રીની આ રેલીઓ ૨૩ અને ૨૮ ઓકટોબર, ૧ અને ૩ નવેમ્બરના રોજ થશે. દરરોજ પીએમ ત્રણ રેલીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ૨૩ ઓકટોબરના રોજ સાસારામથી ચૂંટણી રેલીનો પ્રારંભ કરાવશે. આ દિવસે પીએમ બિહારમાં ત્રણ રેલી કરશે. સાસારામ સિવાય ગયા અને ભાગલપુરમાં પણ પીએમ મોદી ચૂંટણી જનસભાને સંબોધિત કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ, બિજેપી નેતા ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય મોટા નેતાઓ ગુરૂવારે પટનામાં હાજર રહેશે.પાર્ટી તરફથી વિઝન ડોકયુમેન્ટ રજૂ કરવામાં આવશે. બીજેપી પહેલા કોંગ્રેસ અને લોજપાએ પોતાના વિઝન ડોકયુમેન્ટ તાજેતરમાં રજૂ કર્યાં છે. બીજેપી અને જદયુ આ વખતે સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. ૧૨૨ સીટો ઉપર જદયુ ૅ હમ અને ૧૨૧ સીટો ઉપર બીજેપી+  VIPના ઉમેદવારો છે.

આત્મનિર્ભર બિહારનો નારો

ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિઝન ડોકયુમેન્ટમાં આત્મનિર્ભર બિહારનો નારો આપ્યો છે. સાથે જ ભાજપ છે તો ભરોસો છેનો નારો અને વીડિયો સોન્ગ જાહેર કરવામાં આવ્યો છે.

વિઝન ડોકયુમેન્ટમાં ૫ સૂત્ર, એક લક્ષ્ય, ૧૧ સંકલ્પોની થીમ

બિહાર માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિઝન ડોકયુમેન્ટ જાહેર કર્યું છે. જેમાં ભાજપે પોતાના વિઝન ડોકયુમેન્ટમાં ૫ સુત્ર, એક લક્ષ્ય અને ૧૧ સંકલ્પોની થીમ આપી છે.

(3:15 pm IST)