Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મા નો ગરબો... માતાજીના ગરબા પિરસતા ગાયક કલાકારો :જમાવટ

દેવ ભટ્ટ, સોનલ ગઢવી, મયુર બુધ્ધદેવ, અવની ત્રિવેદી, હર્શજીત ગઢવી સહિતના ગાયકોની ટીમનું આયોજન

રાજકોટઃ માં નો ગરબો વર્ચ્યુઅલ નવરાત્રી મહોત્સવ ૨૦૨૦ અંતર્ગત નોરતામાં ગાયક કલાકારો માતાજીના ગરબા પિરસી જમાવટ કરી રહ્યા છે. 'અકિલા'નો મીડિયા સપોર્ટ મળી રહ્યો છે.

છેલ્લા  છ નોરતામાં દરરોજ અલગ- અલગ કલાકારો દ્વારા માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના નામાંકીત  કલાકારો પોતાની કલા રજુ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં મયુર બુધ્ધદેવ, દેવ ભટ્ટ, જય દવે, જેઠા  મિનાક્ષી, મોન્ટુ મહારાજ, રેખા પુરોહીત, ધારા માણેક, સોનલ ગઢવી, અવની ત્રીવેદી, હર્ષજી ગઢવી, કાજલ કથરેચા, દેવ્યાની ચક્રવતી, હાર્દિક ડોડીયા દ્વારા આરાધના કરવામાં આવી હતી.

ચોથા નોરતે સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ કીર્તિદાન ગઢવીએ પણ પોતાની કલા રજુ કરી હતી. જયારે ઢોલના તાલનો જેમનો સાથ મળ્યો એવા નાસીર ખ્યાર, મહેશ ઢાંકેસા, હીતેષ ઢાકેસા, આરીફ ચીના દ્વારા અત્યાર સુધીમાં કલા પીરસવામાં આવી છે.

માતાજીની આરતીમાં દરદોજ જુદા- જુદા મનોરથીઓ ખોડલધામ નોર્થ ઝોન ગરબા મહોત્સવના પ્રમુખ કિશોર પાંભર, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા, પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી અશોકભાઈ ભટ્ટ તથા નિતાબેન ભટ્ટે લાભ લીધો હતો.

સંગીત જગતનું ગૌરવ આપણું ગૌરવ સમા  કિર્તીદાનભાઈ ગઢવી, સોનલબેન ગઢવી, મયુર બુદ્ધદેવ, દેવ ભટ્ટ, અવની ત્રિવેદી, હર્શજિત ગઢવી, રિધમ- હિતેશ ઢાકેશા અને તેની ટીમ તેમજ મ્યુઝિક દર્શિત કાચા, સાગર બારોટ તથા ટીમ મેનેજમેન્ટ ઈમરાન જેરિયા, લાઈટ સાઉન્ડ કમલેશ ડોડીયા, ડેકોર ઝેડ ઈવેન્ટ જમાવટ કરી રહી છે. આયોજનમાં ધર્મેશ મકાતી, મયુર બુદ્ધદેવ, દેવ ભટ્ટ, માં નો ગરબો આયોજન સમિતિના મિલન ગોહિલ, ઈમરાન જે, જયેશ દવે, કેયુર પોટા, દર્શિત કાચા, જય દવે, રાજેશ મજીઠીયા, આફિસ જરીયા, કલ્પેશ કાચા, રમેશ હીરપરા, કમલેશ ડોડીયા, હર્શજીત ગઢવી, ધર્મેશ મકાતી, કેયુર બુદ્ધદેવ, મયુર બુદ્ધદેવ, જય મકાતી અને દેવ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું દરરોજ કર્તવ્ય ચેનલમાં જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

(3:13 pm IST)