Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

હવે સોનાનો ભાવ નક્કી કરશે ભારત : ગિફ્ટ સિટીમાં બુલિયન એકસચેન્જની થશે સ્થાપના

સટોડિયાઓના કારણે સોનાના ભાવ ઉપર-નીચે નહીં થાય.

નવી દિલ્હી : ભારત આગામી દિવસોમાં બુલિયન એકસચેન્જ શરૂ કરશે  જયા સોના-ચાંદીના સ્પોટ ટ્રેડ થઇ શકશે. ભારતમાં બુલિયન એકસચેન્જ બનવાનો સૌથી મોટો ફાયદો એ  થશે કે આવનારા સમયમાં ભારત ખુદ પોતાના સોનાની કિંમત નકકી કરશે. હાલ લંડન બુલિયન માર્કેટ એસોસીએશન (એલબીએમએ) દ્વારા નકકી થયેલ સોનાની કિંમત મુજબ ભારતના શરાફ બજારમાં સોનાના ભાવ નકકી થાય છે.

 બુલિયન એકસચેન્જનો સૌથી મોટો ફાયદો એ થશે કે સોનાની કિંમત ભારત નકકી કરશે અને આંતરરાષ્ટ્રીય સટોડિયાઓના કારણે ભારતમાં કારણ વિના સોનાના ભાવ ઉપર-નીચે નહીં થાય. અમદાવાદ પાસે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફટ) માં બુલિયન એકસચેન્જની સ્થાપના થશે
  આ સ્થાપના ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસેઝ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ) ની દેખરેખ હેઠળ થઇ રહી છે. તે બુલિયન એકસચેન્જના નિયામક તરીકે પણ કામ કરશે. આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત વિશ્ર્વમાં સોનાનું બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક છે એટલે સરકારે પોતાનું બુલિયન એકસચેન્જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ર019માં ભારતમાં લગભગ 700 ટન સોનાનું વેચાણ થયુ હતુ. હાલ ભારતમાં કેવી રીતે સોનાના ભાવ નકકી થાય છે તેના સંદર્ભમાં વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે એલબીએમએ રોજ સોનાનો ભાવ ખોલે છે જે ભારતમાં સોનાના ભાવનો આધાર હોય છે. લંડનમાં જયારે ભાવ ખુલેે છે ત્યારે ત્યાં સુધીમાં તો ભારતમાં દિવસના 3-30 થી4 વાગી ચુકયા હોય છે. આ સ્થિતિમાં ભારતના શરાફી કારોબારી ન્યુર્યોક અને જાપાન બુલિયન એકસચેન્જના ભાવ જોઇને ભારત માટે સરેરાશ ભાવ ખોલે છે. અને તેના હિસાબેે ભારતમાં કારોબાર થાય છે. લંડનમાં જે ભાવ ખુલે છે તે પ્રતિ ઔંસમાં હોય છે જેની કિંમત ડોલરમાં નકકી થાય છે. એક ઔંસ 31.103 ગ્રામ બરાબર હોય છે

(1:18 pm IST)