Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શેર નહીં પણ હવે વાહનમાં બાયબેક સ્કીમ :ખરીદેલું ઈ-સ્કૂટર 3 વર્ષ બાદ 85,000માં પરત આપી શકશો

ઇલેક્ટ્રિક વાહન કંપની અથર એનર્જી દ્વારા અનોખી 'એશ્યોર્ડ બાયબેક યોજના

નવી દિલ્હી : ઇલેક્ટ્રિક વાહન કંપની અથર એનર્જીએ આગામી મહિનાથી ડિલીવરી થનારા તેના 450X ઇ-સ્કૂટર મોડેલના વેચાણ માટે 'એશ્યોર્ડ બાયબેક યોજના' લાવી છે, જે ઘરેલું ઈ-વાહન માર્કેટમાં પ્રથમ પહેલ છે. એથર એનર્જીના સહ-સ્થાપક અને સીઈઓ તરુણ મહેતા કહે છે કે, કંપનીએ દેશમાં ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ યોજના રજૂ કરી છે.

એશ્યોર્ડ બાયબેક સ્કીમ એક એવી યોજના છે, જેમાં તમે ખરીદેલું Ather 450X ઈ-સ્કુટર ત્રણ વર્ષ બાદ કંપનીને 85000 રૂપિયામાં પરત આપી શકશો. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હિરો મોટોક્રોર્પનો એથર એનર્જીમાં 34.58 ટકા હિસ્સો છે.

Ather 450X જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી પરંતુ કોવિડ-19ને કારણે ડિલિવરીમાં મોડું થયું. હવે આ સ્કૂટર મોડેલની ડિલિવરી દિવાળીથી શરૂ થઈ જશે. કંપનીએ પહેલાથી જ જણાવ્યું છે, કે, ગ્રાહકો માટે Ather 450X ઈ-સ્કુટર બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઇ, પુણે, દિલ્હી, અમદાવાદ, કોચી, કોલકાતા અને કોઈમ્બતુરમાં આ 10 શહેરોમાં ઉપલબ્ધ હશે.

 

એથર એનર્જીએ આ યોજનાની સાથે સાથે Ather 450+ મોડલની કિંતમાં 9,000 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. હવે આ મોડેલની નવી એક્સ-શોરૂમ કિંમત રૂ.1,39,990 છે. અગાઉ આ સ્કુટરની કિંમત 1.49 લાખ રૂપિયા હતી

(12:00 am IST)