Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પાકિસ્તાનને ફરી લપડાક :અમેરિકાએ આતંકનું સ્વર્ગ ગણાવ્યું : આતંકી સંગઠનો વિરુદ્ધ પાક, સરકારે યોગ્ય કાર્યવાહી કરી નથી

પાકિસ્તાન હજુ પણ આતંકી સંગઠનો માટે સુરક્ષિત સ્થળ: વારંવાર ભારત પર હુમલાઓને આપે છે અંજામ

 

આતંકવાદ મુદ્દે અમેરિકાએ ફરીવાર પાકિસ્તાનની ઝાટકણી કાઢી પાકિસ્તાનને આતંકનું સ્વર્ગ ગણાવ્યું છે  અમેરિકાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે પાકિસ્તાને જૈશ--મોહમ્મદ અને લશ્કર--તૈયબા જેવા આતંકી સંગઠનો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી નથી કરી. પરિણામે આતંકી સંગઠનો વારંવાર ભારત પર આતંકી હુમલાઓને અંજામ આપી રહ્યા છે.

અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં પ્રવર્તી રહેલી ખટાશ વચ્ચે અમેરિકાએ આતંકવાદ મુદ્દે ફરી એક વખત પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. અમેરિકાએ પોતાના વાર્ષિક રિપોર્ટ કંટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ-2017માં જણાવ્યું છે કે પાકિસ્તાન હજુ પણ આતંકી સંગઠનો માટે સુરક્ષિત સ્થળ બની રહેલું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને પોતાની ધરતી પર કાર્યરત રહેલા જૈશ--મોહમ્મદ અને લશ્કર--તૈયબા જેવા આતંકી સંગઠનો સામે યોગ્ય કાર્યવાહી નથી કરી. પરિણામે સંગઠનો ભારત પર હુમલાઓ કરે છે.

અમેરિકાએ પોતાના રિપોર્ટમાં વાતનો ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાને લશ્કરના ચીફ અને 26-11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની જાન્યુઆરી-2017માં ધરપકડ કરી. પરંતુ કોર્ટના આદેશ બાદ તેને નવેમ્બર-2017માં મુક્ત કરી દેવાયો. પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈશને ખુલ્લેઆમ ફંડ એકત્રિત કરવામાં. ભરતી કરવામાં અને ટ્રેનિંગ કેમ્પ ચલાવતા અટકાવવામાં સફળ થઇ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

(9:40 pm IST)