Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ખિસ્સામાં રૂપિયા નહિ હોય તો પણ ફિલપકાર્ટ પર કરી શકશો શોપિંગ

નવી દિલ્હી તા. ૨૨ : ભારતની ફેમસ ઈ-કોમર્સ કંપની ફિલપકાર્ટે કાર્ડલેસ ક્રેડિટની સુવિધા ગ્રાહકો માટે શરૂ કરી છે. આ પહેલા એમેઝોન ઈન્ડિયાએ ઈએમઆઈ ક્રેડિટ ઓપ્શન લોન્ચ કર્યું હતું. ફિલપકાર્ટે એમેઝોન બાદ ગ્રાહકો માટે શરૂ કરી છે. કાર્ડલેસ ક્રેડિટના અંતર્ગત ફિલપકાર્ટ પર ગ્રાહકોને તત્કાલ ૬૦,૦૦૦ રૂપિયા સુધીની ક્રેડિટની સુવિધા મળશે. મહત્ત્વૂપૂર્ણ બાબત એ છે કે, કાર્ડલેસ ફેસિલિટીનો લાભ ઉઠાવનાર ગ્રાહકોને કોઈ જ પ્રકારનું વ્યાજ આપવું નહિ પડે. ફિલપકાર્ટે આ સુવિધા ખાસ કરીને એવા ગ્રાહકો માટે શરૂ કરી છે, જેમની પાસે ક્રેડિટ કાર્ડ નથી.

ફિલપકાર્ટના કાર્ડલેસ ક્રેડિટનો ફાયદો કોઈ પણ ગ્રાહક ઉઠાવી શકે છે. જયારે કોઈ ગ્રાહક ફિલપકાર્ટથી કોઈ પ્રોડકટ ખરીદ્યા બાદ જયારે ચેકઆઉટ કરવા જશે, તો તેને બે ઓપ્શન આપવામાં આવશે. જેમાં એકમાં રૂપિયાની ચૂકવણી એક મહિના બાદ કરવાની રહેશે. જયારે કે બીજા ઓપ્શન અંતર્ગત પ્રોડકટની કુલ કિંમત ૩થી ૧૨ મહિનાના ઈએમઆઈમાં બદલાવી શકાય છે. જો ગ્રાહકની ફિલપકાર્ટ પર પ્રોફાઈલ સારી છે, તો તે ૬૦,૦૦૦ રૂપિયા સુધીની લોન લઈને શોપિંગ કરી શકે છે. જોકે, આ લોન ફિલપકાર્ટ ગ્રાહના ગત શોપિંગ એકસપીરિયન્સના આધાર પર આપવામાં આવશે. આ લોનને પ્રોસેસ થવામાં માત્ર ૬૦ સેકન્ડ જ લાગશે. જો કોઈ ગ્રાહક ૨૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતની ખરીદી કરે છે, તો તે ઓટીપી નાખ્યા વગર ચેકઆઉટ કરી શકે છે. આ રકમની ચૂકવણી ગ્રાહક ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગ કાર્ડના માધ્યમથી કરી શકે છે.(૨૧.૭)

(11:53 am IST)