Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સિધ્ધુ મુદ્દે અમરિંદર - અંબિકા સામ- સામે

કોંગ્રેસમાં કલહ : પંજાબના મુખ્યમંત્રીને કોંગી સાંસદે કહી દીધુ , 'સિંધુ મુદ્દે દખલ ન દો.'

નવી દિલ્હીના તા. ૨૨ : માજી ક્રિકેટર અને કોંગ્રેસી નેતા  નવજોત સિંહ સિંધ્ધુની પાકિસ્તાન મુલાકાતની થઇ રહેલી  ટીકાઓ  વચ્ચે કોંગ્રેસી નેતા અને સંસદસભ્ય અંબિકા  સોની  સિધુના સમર્થનમાં આવ્યા છે. જણાવી દઇએ  કે અંબિકા  સોની પંજાબના  જ છે. 

મીડીયા સાથે વાત કરતા  પક્ષના  મહાસચિવ   અંબિકા  સોનીએ  કહ્યુ કે  અમરિંદર  સિંહે  સીધ્ધુની  પાકિસ્તાન  મુલાકાત   બાબતે  દખલ  દેવી જોઇએ.   ઉલ્લેખનીય છે કે  પંજાબ કોંગ્રેસ પ્રમુખ સુનિલ જાખડ પહેલા જ  સિધ્ધુનુ સમર્થન આપ્યુ છે.  નવજોતસિંહ સિધ્ધુના પાકિસ્તાનના વડાપ્રધાન  ઈમરાન ખાનની સોગંદ વિધીમાં હાજરી આપવા અને પાક. સેન્ય વડા બાજવાને. ભેરવા બાબતે રાજકિય વર્તુળોમાં  ટીકાઓની  ઝડી વરસી રહી છે.  સતારૂઢ  પડી એટલે કે ભાજપાના તમામ  નેતાઓએ સિધ્ધુની  આ મુલાકાત  માટે ભારે ટીકાઓ કરી છે. (૩.૧૦)

(3:20 pm IST)