Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

દાઉદનો જમણો હાથ ગણાતા ગેંગસ્ટર જબીરની જામીન અરજી બ્રિટનની કોર્ટે ફગાવી

જબીર પર અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં ડ્રગ્સ તસ્કરી, મની લોન્ડરીંગના આરોપો

લંડન તા. ૨૨ : બ્રિટનની કોર્ટે દાઉદના એક સાથીને જામીન આપવાની ના પાડી દીધી છે. જબીર મોતી નામના દાઉદના આ સાથીની બ્રિટન પોલીસે ધરપકડ કરી લીધી છે. જેને પગલે તેણે અહીંની એક સ્થાનિક કોર્ટમા ં જામીન માટે અરજી કરી હતી.

જેને કોર્ટે ફગાવી દીધી છે. એટલુ જ નહી ં આ કેસની સુનાવણી દરમિયાન મીડિયાને કોઇ પણ સમાચાર પ્રકાશીત કે પ્રસારીત કરવા પર પ્રતિબ ંધની માગણી પણ મોતીએ કરી હતી જેને પણ કોર્ટે ફગાવી દીધી છે. વેસ્ટમિન્સ્ટરની કોર્ટમા ં જયારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે કોર્ટે મોતીને ડી કમ્પનીનો મુખ્ય અપરાધી ગણાવ્યો હતો.ઙ્ગ(૨૧.૧૭)

(3:19 pm IST)