Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાફેલ ડીલ મુદ્દે ધ્યાનમાં રાખીને નિવેદન કરવા કોંગ્રેસને ચેતવણી :અનિલ અંબાણીએ શેરગિલને નોટિસ ફટકારી

અનિલ અંબાણીએ જયવીર શેરગીલને ધ્યાન રાખીને નિવેદન બાજી કરવા જણાવ્યું

નવી દિલ્હી :રાફેલ ડીલ મુદે અનિલ અંબાણી પર આરોપ લગાવનાર કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલાઈ છે નોટિસમાં કોંગ્રેસને ધ્યાન રાખીને નિવેદન આપવાની ચેતવણી આપી છે કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલે અનિલ અંબાણીની કંપની પર ડીલમાં ગોટાળો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.જેથી અનિલ અંબાણીએ જયવીર શેરગીલને ધ્યાન રાખીને નિવેદન બાજી કરવા જણાવ્યું છે

   આ મામલે અનિલ અંબાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને રાફેલ ડીલ મામલે જાણકારી આપી હતી. અનિલ અંબાણીએ પત્રમાં જણાવ્યુ કે, કોંગ્રેસને ખોટી માહિતી આપીને ભટકાવવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનો આરોપ છે કે, એડીએજીને લડાકુ વિમાન નિર્માણનો કોઈ અનુભવ ન હોવાના છતા 45 હજાર કરોડનો ફાયદો કરાવવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસના આરોપ ભાજપે ફગાવ્યા છે.

(1:31 pm IST)