Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મુંબઈમા એક બિલ્‍ડર પાસે કેસ પરત ખેંચવાના બદલામા ૧૫ કરોડ માંગતા આઈપીએસ અધિકારી પરમબીરસિંહ, ૫ પોલીસ અને ૨ અન્‍ય લોકો વિરૂદ્ધ ગુન્‍હો

બિલ્‍ડરની ફરીયાદ બાદ દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ

મુંબઇ: મુંબઇ પોલીસે આઇપીએસ અધિકારી પરમબીર સિંહ, પાંચ અન્ય પોલીસ કર્મી તથા બે અન્ય લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. એક બિલ્ડર પાસે તેના વિરૂદ્ધ કેસ પરત ખેચવાના બદલામાં 15 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કર્મીમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચના ડીસીપી અકબર પઠાણનું નામ પણ સામેલ છે.

મુંબઇ પોલીસના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે બિલ્ડરની ફરિયાદ પર દક્ષિણ મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, તેમણે મામલે વધુ અહેવાલ આપ્યો નથી. તેમણે કહ્યુ કે બિલ્ડરના બે ભાગીદાર સુનીલ જૈન અને સંજય પૂર્ણિમાની મામલે ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર જૈન અને પૂર્ણિમાએ પોલીસ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી બિલ્ડર વિરૂદ્ધ કેટલાક કેસ પરત લેવાના બદલામાં તેમણે 15 કરોડ રૂપિયાની માંગ કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ કે બિલ્ડરે પોતાની ફરિયાદમાં મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્યનું નામ લીધુ છે. તે બાદ પોલીસે 15 કરોડ રૂપિયાની વસૂલી મામલે ફરિયાદ દાખલ કરી છે. એન્ટીલિયા કેસ સામે આવ્યા બાદ વર્ષે માર્ચમાં પરમબીર સિંહને મહાનિર્દેશક હોમગાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે પરમબીર સિંહે એનસીપીના સીનિયર નેતા અને મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આરોપો બાદ વિવાદ વધી ગયો હતો. કેટલાક દિવસ બાદ અનિલ દેશમુખે રાજીનામુ આપવુ પડ્યુ હતું.

પરમબીર સિંહે કોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવ્યા હતા કે અનિલ દેશમુખ વિરૂદ્ધ ફરિયાદ કર્યા બાદ તેમણે રાજ્ય સરકાર તરફથી કેટલીક તપાસનો સામનો કરવો પડી રહ્યો છે, તેમણે કેસને મહારાષ્ટ્રની બહાર ટ્રાન્સફર કરવા અને સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી હતી.

પરમબીર પર 2015થી 2018 સુધી બદલી થયા બાદ પણ સરકારી ઘરનો ઉપયોગ કરવા પર 24 લાખનો દંડ ફટકાર્યો છે. પરમબીર જ્યારે ઠાણેના કમિશનર હતા ત્યારે 2 સરકારી ઘરનો ઉપયોગ કરતા હતા. 24 લાખ રૂપિયા દંડ તેમના પગારમાંથી અથવા સેવાનિવૃતિ બાદ મળનારા પૈસામાંથી વસૂલવામાં આવી શકે છે.

(6:30 pm IST)