Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

બસ હવે બહુ થયુ, હું બોલિવૂડમાંથી મારૂ રાજીનામુ આવુ છુઃ અનુભવ સિન્‍હા અને હંસલ મેહતાનું રાજીનામુઃ ટ્‍વીટર પ્રોફાઇલ ચેન્‍જ કરી નામ આગળ ‘નોટ બોલિવૂડ' લખ્‍યુઃ સુશાંતસિંહના મોત બાદ ધરખમ ફેરફારો

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં ફેરફાર આવ્યા છે. માત્ર નેપોટિઝ્મ પર ચર્ચા થઈ રહી છે, એવુ નથી, પરંતુ હવે દરેક હસ્તિને લોકો ઝીણવટથી પરખી રહી છે. બધા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કે, કોણ કોનું સર્મથન કરી રહ્યું છે? કોણ ક્યા મુદ્દા પર શું વિચાર રાખે છે? પણ ગુસ્સાનું કેન્દ્ર અને સૌથી મોટો વિલન એક જ છે-બોલિવુડ.

અનુભવ સિન્હાએ બોલિવુડને કહ્યું બાય-બાય

આ કડીમાં હવે ડિરેક્ટર અનુભવ સિન્હાએ મોટો નિર્ણય લીધો છે. તેણે બોલીવુડમાંથી રાજીનામું આપ્યુ છે. આ રાજીનામું એક પહેલ છે, જેની સાથે અન્ય ફિલ્મમેકર્સ પણ જોડાઈ રહ્યા છે. અનુભવ સિન્હાએ ટ્વીટ કરી જણાવ્યુ કે, બસ હવે બહું થયું. હું બોલિવુડમાંથી મારું રાજીનામું આપું છું. તેની આ જાહેરાત સાથે અનુભવે પોતાના ટ્વીટર પ્રોફાઇલ પણ ચેન્જ કરી છે. તેમણે પોતાના નામ આગળ નોટ બોલીવુડ લખ્યું છે.

હવે અનુભવ સિન્હાની આ પહેલ સાથે બીજા ફિલ્મમેકર્સ પણ જોડાયા છે. સુધીર મિશ્રાએ ટ્વીટ કરીને ફક્ત આ પહેલનું સમર્થન જ નથી કર્યુ પણ અહીં સુધી કહીં દીધુ કે, તેમની નજરમાં તો બોલીવુડ ક્યારે હતું પણ નહીં. તે તો આ ઇન્ડસ્ટ્રીમાં માત્ર સારી ફિલ્મો બનાવવા આવ્યો હતો. ટ્વીટમાં લખ્યુ છે કે, શું આ બોલીવુડ છે? હું તો એ સિનેમાનો હિસ્સો બનવા આવ્યો હતો, જ્યાં સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રોય, જાવેદ અખ્તર, ગુલઝાર જેવા લોકો કામ કરે છે. હું તો હંમેશા એ જ ઇન્ડસ્ટ્રી સાથે રહેવાનો છું.

કેમ આ નિર્ણય લેવામાં આવ્યો?

હંસલ મેહતાએ પણ કંઈ આવી જ વાત કહી છે. તેણે જણાવ્યુ કે, મેં પણ બોલીવુડ છોડી દીધું. પણ હકીકતમાં ક્યારેય આ અસ્તિત્વમાં જ નહતું. બંને સુધીર અને હંસલના ટ્વીટથી અનુભવ ખૂબ જ ખુશ નજર દેખાયા. તેણે કટાક્ષ કરતા લખ્યુ, ચાલો વધુ એક આવી ગયો, સાંભળી લો ભાઈયો, હવે તમે જ્યારે પણ બોલીવુડની વાત કરી રહ્યા હશો, ત્યારે તમે અમારી વાત નહીં કરી રહ્યા હોય.

આથી સ્પષ્ટ છે કે, અનુભવ સિન્હા પોતાને દરેક પ્રકારની ટ્રોલિંગથી બચાવવા માંગે છે. બોલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝ્મ વિવાદથી પણ તે અંતર જાળવવા માંગે છે. આ પહેલ એ જ દિશામાં વધારવામાં આવેલું એક પગલું છે.

(5:30 pm IST)