Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજસ્થાનની દગાબાજીના પગલે કોંગ્રેસે હવે છેક મરડી આળસ

વર્ષો સુધી નિંદ્રામાં રહેલી કોંગ્રેસ હવે ચૂંટણી નજીક આવતા આંતરિક બંધારણ અને રાષ્ટ્રીય સંગઠનને મજબૂત બનાવવા કરી રહી છે કસરત : હાર્દિક પટેલ અને ડી.કે શિવકુમારને સામેલ કરતા પાર્ટીએ કંઇક નવજુનીના સંકેત આપી દીધા :રાહુલ ગાંધીની રણનીતિના પગલે પી.એમ. મોદી સામે સીધો વાર કરીને સામી છાતીએ ૫૬ની છાતી સાથે બાથ ભીડવા તૈયાર નેતાઓને જ મળશે પ્રાથમિકતાઃ રાજસ્થાનની દગાબાજીએ કોંગ્રેસના આંતરિક સંગઠન માટે વગાડી એક ખતરાની ઘંટડી

રાજકોટ,તા.૨૨: લાંબા સમયથી કોંગ્રેસ રાજનીતિના ચક્રવ્યૂહમાં ફસાયેલી દેખાય છે. રાજસ્થાની કોંગ્રેસ છાવણીમાં અત્યારે શું હલચલ ચાલી રહી છે તે તો અત્યારે આખો દેશ જાણે છે સચિન પાયલટ ઉપર પણ સૌ કોઈની નજર છે, રાજસ્થાનમાં આવેલ વાવાઝોડાના પગલે કોંગ્રેસ હવે તેના રાષ્ટ્રીય સંથાનને મજબૂત બનાવવા ઉપર ધ્યાન આપી રહી છે. કોંગ્રેસ સંગઠનને ફરી બેઠું કરવા માટે હાલ આંતરિક ગતિવિધિ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ અત્યારે પાયાથી નવી રણનીતિ રચવા તરફ છે. જેમાં પ્રધાનમંત્રી મોદી સાથે રાજનૈતિક દાવપેચ સમજી શકે તેવા નેતાને મુકવાની તૈયારીમાં છે પણ આવું થવા માટેની શકયતા બહુ ઓછી માનવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીને ફરી એક વાર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાના નિર્ણયને કોંગ્રેસના અંદરના લોકો પણ હજુ સમજી શકય નથી તો સોનિયા ગાંધી હજુ પણ થોડા સમય સુધી અધ્યક્ષ રહેશે તેવી માહિતી મળી રહી છે. પણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(ત્લ્ઘ્ઘ્ ) સંગઠનમાં બદલાવ નક્કી જ માનવામાં આવે છે. આ જે બદલાવ થવાના હશે તેમાં સ્વાભાવિક છે રાહુલ ગાંધીના વિચારો અને તેની રાજનૈતિક સમજની આ બદલાવ માં પ્રત્યક્ષ અથવા પરોક્ષ અસર જોવા મળશે.

આ બદલાવમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ત્લ્ઘ્ઘ્ અને રાજયોમાં નવા અને યુવા ચહેરાઓને આગળનું સ્થાન આપવામાં આવશે તો કેટલાક જુના નેતાઓને સાઈડ લાઈન કરવાની નીતિ જોવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટીમાં હાલ ચર્ચા ગરમ છે કે પી.એમ. વિરુદ્ઘ સીધો વાર કરવાની જગ્યાએ રાજનીતિમાં પોતાનું કદ વધારનાર કેટલાક નેતાઓને કોંગ્રેસ બાજુ પર મૂકી ચુકી છે, કર્ણાટકમાં ડી.કે. શિવ કુમાર અને ગુજરાતમાં યુવા હાર્દિક પટેલ ને પ્રદેશ સોંપવાની સાથે જ એક સંદેશ મળી રહ્યો છે કે કોંગ્રેસમાં હલચલ જોવા મળી રહી છે અને આ બંને પોતપોતાના પ્રદેશમાં એક વાત તો સાબિત કરી જ દીધી છે કે તેમને ભાજપ વિરુદ્ઘ સારી એવી સકરામક નીતિ અપનાવી હતી આ નીતિ માટે તેમને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા. આમ જ કેટલાક દિગ્ગજ નેતા હોવા છતાં ઉત્ત્।રપ્રદેશમાં અજય કુમાર લલ્લુ કોંગ્રેસનું નેતૃત્વ સાંભળતા રાજનીતિમાં તો ઠીક પણ ભાજપને દરેક મોરચે સામે આવીને જવાબ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં એક વાત તો સ્પષ્ટ જ છે કે વહેલા મોડું રાહુલ ગાંધી જ પાર્ટીની કમાન સંભાળશે એવામાં વડાપ્રધાન મોદી સામે સીધા વાર કરવાની નીતિ ના પગલે રાહુલ ગાંધીની કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ નિવેદન આપ્યા છે ત્યારે એવા નેતાઓને પાર્ટીમાં પોતાનું સ્થાન ટકાવી રાખવું પણ મુશ્કેલ બની રહેશે. સચિન પાયલટના ભાજપ સાથેના રાજનૈતિક સબંધના પગલે રાહુલ ગાંધીના અંગત મિત્ર હોવા છતાં તેને પાયલટ ને મનાવવા માટે એક હદ થઈ વધુ પ્રયત્ન કરેલ નથી. મધ્યપ્રદેશ બાળ રાજસ્થાનમાં આંતરિક વિખવાદ ઉભો કરીને ચાલુ સરકારને ઉઠલાવવા માટેની આ નીતિને ભાજપની કૂટનીતિ માં ખપાવી છે ત્યારે આ પગલાંને કોંગ્રેસ પટ્ટાના અસ્તિત્વ પરનો ઘા સમજી રહી છે. કોંગ્રેસના એક ઉચ્ચ નેતાના કહ્યા અનુસાર સત્તાધારી પાર્ટી વિરોધ પક્ષને રાજનૈતિક લડાઈ આપવાની જગ્યાએ ઇન્કમટેકસ, ઇ.ડી ના આટાપાટા,ણૂણુજ્ઞ્ તપાસ જેવી સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરીને આ બધી કાર્યવાહી કરે ત્યારે આ કોઈ રાજનીતિમાં માધ્યમ માર્ગ નથી.ચીનની ઘૂસણખોરી, કોરોના,અર્થતંત્રનું ચીરહરણ,બેરોજગારી, તેમજ દેશના એવા કેટલાક સળગતા મુદ્દા ઉપર રાહુલ ગાંધીના જે રીતે સવાલો છે તેનો સહકાર આપવાના બદલે તેની વખોવની કરતા નેતાઓ માટે કોંગ્રેસમાં પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની રહેશે.

(4:00 pm IST)