Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

લોકોના અવાજને દબાવી દેવાયો, દેશભરમાં ભયનું વાતાવરણ :મમતા

યુપીમાં નિડર પત્રકાર વિક્રમ જોષીના માથામાં ગોળી ધરબી તેની પુત્રીઓની હાજરીમાં ક્રુર હત્યા

ઉત્તર પ્રદેશમાં નિડર પત્રકાર વિક્રમ જોશી તેની ભાણેજની છેડતી કરનારા સામે ફરીયાદ નોંધાવા જતા હતા ત્યારે સરેઆમ તેની ક્રુર હત્યા કરવામાં આવી તે અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. વિક્રમ જોષીની હત્યા અંગે દુઃખ વ્યકત કરતા મમતા દીદીએ કહેલ કે દેશમાં ભયનો માહોલ સર્જી દેવાયો છે, અવાજ દબાવી દેવામાં આવી રહયો છે. મીડીયા પણ હવે તેમાંથી બાકાત નથી. આ આઘાતજનક છે. ગાઝીયાબાદમાં વિક્રમ જોષી સ્કુટર ઉપર તેની ૨ પુત્રીઓ સાથે જઇ રહયા હતા ત્યારે રસ્તામાં આંતરી તેમની હત્યા કરાયેલ હતી.

દરમિયાન સુનિતા યાદવના ટવીટર એકાઉન્ટ એટ ઘ રેટ કોપ સુનિતા યાદવ ઉપર વિક્રમ જોશીની હત્યાના પગલે લખાયુ છે કે યુપીમાં બ્રાહ્મણોની હત્યા વધુ પ્રમાણમાં શા માટે થઇ રહી છે. ફર્જી પોલીસ એન્કાઉન્ટ હો અથવા ગુંડાઓની ગોળી અથવા અન્ય કોઇપણ હત્યાના વારદાતમાં આ જોવા મળે છે. શું બ્રાહ્મણ વિરોધી માનસિકતા છે ?

(2:43 pm IST)