Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રામ મંદિર બને તે એક હિંદુ તરીકે આનંદની વાત પણ RSS એ રાજકીય અખાડો બનાવ્યો :પ્રવીણ તોગડીયા

અયોધ્યા રામમંદિર જવા માટે કોઇ આમંત્રણની જરૂર નથી આગ્રહની જરૂર નથી.

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવિણ તોગડીયાએ  રામમંદિર નિર્માણનો અંત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો. આરઆરએસએ રામ મંદિરનો રાજકીય ઉપયોગ કર્યો હોવાનો તેમણે આરોપ લગાવતા કહ્યું કે, રામમંદિર ચળવળને રાજકીય અખાડો બનાવ્યો હતો. રામમંદિર માટે સંઘર્ષ કરનાર કરોડો હિન્દુ ભક્તો અને કારસેવકો માટે આનંદના સમાચાર છે. અયોધ્યા ગમે ત્યારે જઇ શકાય હુ આંદોલન કાળમાં મહિના સુધી રહ્યો છું. અયોધ્યા રામમંદિર જવા માટે કોઇ આમંત્રણની જરૂર નથી આગ્રહની જરૂર નથી.

સરકારે ટ્રસ્ટ બનાવ્યું છે અને તે સરકાર કે ભાજપ કેહશે એમ ચાલે છે. કોને બોલાવવા અને કોને ન બોલાવવા એ ટ્રસ્ટ નક્કી કરશે. કર્તવ્ય અદા કરવાનો મને આનંદ છે બોલાવવા કે ન બોલાવવા એ ટ્રસ્ટની વિવેક બુધ્ધી પર આધારીત છે. રામમંદિર આંદોલન હિન્દુ ઓના સ્વાભિમાન મંદિર તોડનારની માનસિકતા સામેના સંઘર્ષનો ૫૦૦ વર્ષનો લાંબો પ્રયાસ જેનો યશ આ પેઢીને મળ્યો છે. રામમંદિરના આ અધ્યાય સુધી પહોંચવા માટે ચાર તબક્કા મહત્વના હતા. ૧૯૮૬ માં રાજીવ ગાંધીની સરકારમાં મંદિરના દ્વાર ખુલ્યા હતા. ૯ નવેમ્બર ૧૯૮૯એ અશોક સિંધલ રામચંદ્ર પરમહંસ અને મહંત એવૈત નાથજી તથા કામેશ્વર ચૌપાલે રાજીવ ગાંધીની સરકારમાં રામમિદરનો શિલાન્યાસ થયો. ૬ ડિસેમ્બરે બાબરી ધ્વંસ  થયો. આ ત્રણ તબક્કા ન હોત તો આજે મંદિર નિર્માણનો ચોથો તબક્કો ન હતો.

ત્રણેય તબક્કામાં કોગ્રેસની સરકારમાં સંઘર્ષ ની વચ્ચે  અંદોલન થયું. ઓક્ટોબર ૨૦૧૮માં ૫૦ હજાર કાર સેવકો સાથે હુ રામ મંદિર બનાવવાના દબાણ માટે પહોંચ્યો હતો. રામના નામે ચુટાયેલી સરકારે અમારું જમવાનું ફેંકી દીધું અને આશ્રમના દરવાજા બંધ કરાવી દીધા હતા. હિન્દુઓના ૫૦૦ વર્ષના સંઘર્ષનો આ વિજય છે. મારી પર રામમંદિરનો મુદ્દો છોડવાનું દબાણ કર્યું એટલે મે આ લોકોને છોડ્યા. ભગવાન રામ જન્મ ભુમી કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આરએસએસ એ જાણી જોઇંએ શ્રધ્ધાના વિષયનું રાજકારણ કર્યું છે

 . સોમનાથની નિકળેલી રામ રથયાત્રા નિકળીએ આરએસએસનુ આયોજન છે. આ યાત્રા રાજકીય નેતાના આગેવાનીમાં નિકાળી રામ મંદિર આંદોલનને રાજનીતિનો અખાડો બનાવવાનું કામ સંધે કર્યું છે. કોર્ટના નિર્ણય થી રામ મંદિર બન્યું છે. રામ મંદિર આંદોલન ભારતના દરેક રાજ્યના લોકોએ કર્યું હતું તેમને આનંદ ની અનુભુતી થાય એવો પ્રયાસ કરવો જોઇંએ. આ રામ મંદિર માત્ર લોકસભાની ચુટંણી અને યુપી બિહારની ચુટણીને ધ્યાવે લઇને બનાવી રહ્યું છે.

(11:07 am IST)