Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પાક.ના સેના પ્રમુખની હત્યાના ષડયંત્રમાં ૧૪ અધિકારી જબ્બે

પાકિસ્તાની સેનામાં આંતરિક ડખો સામે આવ્યો : બાજવાની હત્યાના ષડયંત્રનો દાવો પાક કબ્જા હેઠળના કાશ્મરીના એક્ટિવિસ્ટ અમજદ અયૂબ મિર્ઝાએ કર્યો

ઇસ્લામાબાદ, તા. ૨૨ : પાકિસ્તાનની સેનામાં આંતરિક ડખા સર્જાયા હોવાનુ બહાર આવ્યા બાદ પાકિસ્તાની સરકારની ઉંઘ ઉડી ગઈ છે.

પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાની હત્યાનુ કાવતરુ ઘડવા બદલ સેનાના કેટલાક અધિકારીઓ અને જવાનોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો બહાર આવ્યા બાદ પાકિસ્તાનમાં હડકંપ જોવા મળી રહ્યો છે. જો બાજવાની હત્યા થઈ હોત તો પાકિસ્તાનમાં સ્થિતિ વધારે બગડી હોત.

બાજવાની હત્યાના ષડયંત્રનો દાવો પાક કબ્જા હેઠળના કાશ્મરીના એક્ટિવિસ્ટ અમજદ અયૂબ મિર્ઝાએ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે બાજવા પર હુમલો કરવામાં આવનાર હતો પણ પહેલા કાવતરાની ગંધ આવી ગઈ હતી અને હવે સેનાના કેટલાક અધિકારીઓ અને જવાનોની ધરપકડ કરવામાં આવી છે.

મિર્ઝાના કહેવા પ્રમાણે શનિવારે રાતે ૧૦ વાગ્યે પાક આર્મીના ૧૪ અધિકારીઓ, ૨૨ કમાન્ડો અને ૩૦ બીજા જવાનોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જનરલ બાજવાની પાક કબ્જા હેઠળના કાશ્મીરની મુલાકાત દરમિયાન હત્યા કરવાનુ નક્કી કર્યુ હતુ.પ્લાન એવો હતો કે, કમાન્ડો બાજવાને ઘેરીને તેમના પર ગોળીઓનો વરસાદ વરસાવશે. બાજવાને મારવાનુ કાવતરુ જે અધિકારીઓને જબરદસ્તી સેનામાંથી નિવૃત્ત કરાયા હતા તેમણે ઘડ્યુ હતુ.

દાવા પ્રમાણે પાક સેનામાંથી ૧૭૦૦ લોકોને નિવૃત્ત કરાયા છે અને તેમનુ પેન્શન પણ અટકાવાયુ છે. જવાનો અને અધિકારીઓ બાજવાથી નારાજ છે. જેમની ધરપકડ કરાઈ છે તેમાંથી ચાર મેજર છે.બે મિલટરી ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા છે.ત્રણ લેફટન્ટન કર્લન છે અને બે કર્નલ છે. સિવાય બે બ્રિગેડિયર રેક્નના અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

(8:02 pm IST)