Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

૨૧ જૂને પ્રલયની આગાહી સાબિત થઇ ખોટી ૨૦૧૨માં પણ આવી આગાહીઓ કરાઇ હતી

નવી દિલ્હીઃ ૨૧ જૂને પ્રલય થશે અને દુનિયાનો નાશ થશે તેવી માયન કેલેન્ડર દ્વારા કરવામાં આવેલી આગાહી ૨૧ જૂન વીતી જતા ખોટી પડી છે. એક બાજુ કોરોના મહામારીમાં વિશ્વ ભરમાં લાખો લોકો સંક્રમિત છે. ત્યારે માયન કેલેન્ડરની દુનિયાનો નાશ થશે એવી આગાહીએ લોકોમાં રસ જગાવ્યો હતો.

પણ જેવી ૨૧ જૂન વીતી ગઇ એટલે માયન કેલેન્ડરની આ આગાહી ૨૦૧૨ની જેમ ગપગોળો સાબિત થઇ હતી.

માયન કેલેન્ડર ૧૫૮૨માં અમલમાં આવ્યું હતુ. લોકો તે પહેલા અલગ અલગ કેલેન્ડરોનો ઉપયોગ કરતા હતા. તે સમયના બે સૌથી વધુ ચલણી કેલેન્ડરો માયન અને જુલીયન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં વિશ્વભરમાં મોટાભાગના લોકો જયોર્જીયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે.

(3:56 pm IST)