Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મુંબઇના ફોનિક્સ મોલમાં સિક્યુરીટી ગાર્ડ વચ્‍ચે ચાલતી ફિલ્મ અભિનેત્રી કાજોલ ગબડી પડીઃ સદનસીબે ઇજા નથી

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી કાજોલ એક કાર્યક્રમમાં હાજરી આપવા જતી હતી ત્‍યારે ગબડી પડતા તેનો ‌વીડિયો વાયરલ થયો છે.

હાલમાં જ કાજોલે ઈનક્રેડિબલ્સ 2માં પોતાનો વોઈસ આપ્યો છે. અવારનવાર કાજોલ ઈવેન્ટ્સમાં જોવા મળતી હોય છે. જો કે હાલમાં જ કાજોલ સાથે એક દુર્ઘટના ઘટી.

મળતી માહિતી મુજબ ઘટના ગુરુવારની હોવાનું કહેવાય છે. મુંબઈના ફોનિક્સ મોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી કાજોલ સિક્યોરિટીકર્મીઓ વચ્ચે ચાલતી હતી. અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે પડી. કાજોલે તેની સાથે ચાલી રહેલા ગાર્ડનો શર્ટ પકડવાની પણ કોશિશ કરી પરંતુ આમ છતાં તે પડી. સદભાગ્યે કોઈ ઈજા થઈ નહતી.

હાલ કાજોલ પોતાના કામમાં વ્યસ્ત છે. પ્રદીપ સરકારની ફિલ્મમાં તે જોવા મળશે. છેલ્લે તે તમિલ ફિલ્મ વીઆઈપી2માં જોવા મળી હતી. અત્રે જણાવવાનું કે આ વર્ષે મે મહિનામાં કાજોલના વેક્સના પૂતળાનું સિંગાપુર ખાતેના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

(5:25 pm IST)
  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST