Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અશ્લિલતા જોનારની આંખોમાં હોય છેઃ કેરળ હાઈકોર્ટ

નવજાત બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી મહિલા દર્શાવતા મેગેઝીન વિરુદ્ધ કરાઈ હતી અરજી

નવી દિલ્હી :ગયા  માર્ચ મહિનામાં મલયાલમ મેગેઝીન ‘ગૃહલક્ષ્મી'ના કવર પેજ પર નવજાત બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી મહિલા દર્શાવવામાં આવી હતી. આ તસ્વીરને કામુક કહેવાની સાથે ધાર્મિક અને સાંપ્રદાયિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર બતાવી મેગેઝિન વિરૂધ્ધ કડક સજાની માંગ કરી હતી. જો કે કેરળ હાઈકોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યુ કે, સુંદરતા અને અશ્લિલતા જોનારની આંખોમાં હોય છે

(1:00 pm IST)