Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મરી પરવારી માનવતા ! : ટ્રેનમાં કપાયેલા પગને ખુદ હાથમાં લઇ જનારા શખ્સનો લોકોએ બનાવ્યો વિડીયો

અચાનક જ આ વ્યકિતના પગ લપસી જવાથી તેઓનો એક પગ કપાઇ ગયો : આ પુરા ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

ભીવાની તા. ૨૨ : આ ઘટના વિશે સાંભળતા એવું લાગે છે કે લોકોમાં હવે માનવતા બિલકુલ મરી પરવારી છે. એક એવી વ્યકિત કે જે દર્દથી પીડાતો રહ્યો ને બૂમા પાડતો રહ્યો પરંતુ કોઇ જ મદદે ન આવતા ટ્રેનમાં કપાયેલ પગ ખુદ જાતે જ પોતાનાં હાથમાં લઇને પ્લેટફોર્મ પર ચડ્યો પરંતુ લોકો માત્ર આ તમાશો જોતાં રહ્યાં ને વીડિયો બનાવતાં રહ્યાં.

કોઇ પણ વ્યકિત આની મદદ માટે ના આવ્યાં તદુપરાંત તેઓને ટેકો આપવા પણ ન આવ્યાં. ઉલ્લેખનીય છે કે આ ઘટના હરિયાણાનાં ભિવાની વિસ્તારની છે. સ્થાનીય રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વેળાએ અચાનક જ આ વ્યકિતનાં પગ લપસી જવાંથી તેઓનો એક પગ કપાઇ ગયો. આ પૂરા ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં અમાનવીય પક્ષ સામે આવ્યો કે તે વ્યકિતની કોઇએ મદદ પણ કરી નહીં. પોલીસ પણ માત્ર પ્લેટફોર્મ પર ઊભા રહીને માત્ર તેઓનો હાથ જ પકડીને માત્ર ઉપર ખેંચવાનો પ્રયાસ કરે છે. જયારે આ ઘટના સમયે આસપાસનાં લોકો માત્ર તેનો વીડિયો બનાવી રહ્યાં છે. ચાર દિવસ પહેલાં જૈન ચોક નિવાસી કૃષ્ણ કુમાર પત્ની મીનાની સાથે એક ઘટનામાં ઘાયલ સંબંધીનાં સમાચાર પૂછવા માટે હિસાર જઇ રહ્યાં હતાં.

ભિવાની રેલ્વે સ્ટેશન પર પત્નીને ટ્રેનમાં બેસાડીને તેઓ પાણી લેવા માટે જાય છે. તે દરમ્યાન એકાએક ટ્રેન ચાલવા લાગી ને તેઓ દોડીને ટ્રેનમાં બેસવા ગયાં. ત્યારે અચાનક જ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસી જતાં તેઓનો પગ ટ્રેન નીચે આવી જતાં તેઓનો એક પગ કપાઇ જાય છે. પગ કપાયા બાદ થોડોક સમય તો તેઓએ મદદ માટે ઘણાં સમય સુધી તો લોકોની રાહ જોઇ. પરંતુ તેઓની મદદ કરવાની જગ્યાએ લોકોએ માત્ર તેઓનો વીડિયો બનાવ્યો ત્યારે તે વ્યકિતએ જાતે ઊભા થવાની હિંમત દર્શાવી.

વ્યકિતએ પોતે જ પોતાનો કપાયેલો પગ પહેલાં પ્લેટફોર્મ પર મુકવાનો પ્રયાસ કરે છે અને બાદમાં લોહીલુહાણ હાલતમાં જ બીજા પગને સહારે પ્લેટફોર્મ પર ચઢી જાય છે. મહત્વનું છે કે હાલમાં આ શખ્સને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ટ્રેનમાં બેઠેલ તેની પત્નીને એવું લાગ્યું કે કૃષ્ણની ટ્રેન છુટી ગઇ છે. જો કે બાદમાં ફોન કર્યા બાદ આ સમગ્ર ઘટના વિશે તેને ખ્યાલ આવ્યો.

(10:19 am IST)