Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

પાકિસ્‍તાનમાં સુરક્ષાના નામે છીંડાઃ ફલાઇટમાં ભિખારી ઘુસી જતા પ્રવાસીઓ ચિંતિતઃ ઇરાની નાગરિક હોવાનું તારણ

કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં એક ભિખારી ફ્લાઇટમાં ઘુસી ગયો હતો. ભિખારી ફ્લાઇટમાં ઘુસી જતા તમામ પ્રવાસીઓને ભારે આંચકો લાગ્યો હતો અને આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે. 

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ વીડિયોને લોકો ધડાધડ શેયર કરી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક ભિખારી અચાનક ફ્લાઇટમાં ઘુસી જાય છે જેના પગલે ફ્લાઇટમાં પહેલાંથી હાજર લોકો મુંઝવણમાં મુકાઈ જાય છે. આ ફ્લાઇટમાં એક મહિલા ભિખારીને સમજાવાનો પ્રયાસ પણ કરે છે. આખરે એક સિક્યુરિટી ગાર્ડ ત્યાં આવે છે અને તેને બહાર કાઢી મુકે છે. 

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના 19 જૂનની છે અને આ ફ્લાઇટ કરાચીથી બેન્ગકોક જઈ રહી હતી. પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રાલયે આ વીડિયો મામલે સ્પષ્ટતા કહ્યું છે કે આ વ્યક્તિ પાકિસ્તાની નાગરિક નથી. ન્યૂઝ ચેનલના દાવા પ્રમાણે આ વ્યક્તિ મૂળ ઇરાનની છે પણ ભિખારી ભારે સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં કઈ રીતે ફ્લાઇટમાં ચડી ગયો એ હજી ચર્ચાનો મુદ્દો છે. 

(12:00 am IST)