Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

સાઉથના દિગ્ગજ એક્ટર સરથ બાબૂનું થયું નિધન : 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

એક્ટરનું મલ્ટી ઓર્ગેન ફેલિયરના કારણે મૃત્યુ :તમિલ સિનેમામાં શોકનો માહોલ

નવી દિલ્હી : સાઉથના દિગ્ગજ એક્ટર સરથ બાબૂનું નિધન થયું છે. તેમણે 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. સાઉથ સિનેમામાં દુ:ખનો માહોલ છે. આ સમાચાર દરેક ઝટકો લાગ્યો છે અને કોઈ પણ આ બાબત પર વિશ્વાસ કરી રહ્યું નથી.

છેલ્લા થોડા સમયથી સરથની સારવાર હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જોકે તેમણે આજે દુનિયાને અલવિદા કહી દીધી છે. એમ કહેવાઈ રહ્યું છે કે એક્ટરનું મૃત્યુ મલ્ટી ઓર્ગેન ફેલિયરના કારણે થયું છે. આ સમાચાર આવ્યા પછીથી તમિલ સિનેમામાં શોકનો માહોલ છે.

 

(10:50 pm IST)