Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

તમે RBIની ૧૬ પ્રાદેશિક ઓફિસમાં જઈને પણ નોટ બદલાવી શકો છો

બે હજાર રૂપિયાની નોટ ઘરે બેઠા બદલી શકાય છે : જાણો પ્રક્રિયા

 નવી દિલ્‍હી, RBI રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચી લેશેઃ રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા (RBI) એ ૧૯ મેની સાંજે રૂ. ૨૦૦૦ની નોટને લઈને મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ લોકોમાં ફરી મુશ્‍કેલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 ૨૦૧૬માં જ્‍યારે સરકારે નોટબંધીની જાહેરાત કરી ત્‍યારે લોકોને નોટો બદલવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડ્‍યું હતું. આ વખતે નોટો બદલવા માટે ૩૦ સપ્‍ટેમ્‍બરની સમયમર્યાદા આપવામાં આવી છે. અત્‍યાર સુધીની ગાઈડલાઈન્‍સ મુજબ ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી માન્‍ય રહેશે.

 જો તમે તમારી બેંકમાં જઈને ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવો છો, તો તેના પર કોઈ  પ્રતિબંધ નથી, પરંતુ તમારા ખાતાનું ધ્‍ળ્‍ઘ્‍ હોવું જરૂરી છે. જો તમે બેંકના ગ્રાહક ન હોવ તો પણ તમે નોટો બદલી શકો છો. તમે એક સમયે માત્ર ૨૦ હજારની ૧૦ નોટો એટલે કે ૨૦૦૦ રૂપિયા બદલી શકો છો. નોટો બદલવાની  પ્રક્રિયા ૨૩ મે ૨૦૨૩ એટલે કે આવતીકાલથી શરૂ થશે.

 તમે બેંકમાં જઈને નોટ બદલાવી શકો છો. આ સાથે તમે RBIની ૧૬  પ્રાદેશિક ઓફિસમાં જઈને પણ નોટ બદલાવી શકો છો. આરબીઆઈએ જણાવ્‍યું હતું કે દૂરના વિસ્‍તારોમાં એટલે કે જ્‍યાં બેંક નથી અથવા લાંબા અંતરે બેંક છે ત્‍યાં લોકો દૂરસ્‍થ વાન દ્વારા પણ નોટો બદલી શકે છે. આવી સ્‍થિતિમાં લોકોને બેંક જવા માટે દૂર ચાલીને જવાની જરૂર નથી.

 તમે ઘરે બેસીને પણ નોટ બદલી શકો છો. જો તમે નોટ બદલવા માટે બેંકમાં જઈ શકતા નથી, તો તમે ઘરે બેસીને નોટ બદલી શકો છો. આરબીઆઈએ કહ્યું છે કે બેંકમિત્રો તમારા ઘરે આવશે અને નોટો બદલશે. આ સુવિધા સાથે, તમે દરરોજ ૪૦૦૦ અથવા ૦૦૦ રૂપિયાની માત્ર બે નોટ બદલી શકો છો.

જો બેંકને કોઈપણ રીતે ૨૦૦૦ રૂપિયાની નકલી નોટ મળશે તો બેંક તેને જપ્ત કરી લેશે. તે નોટની કોઈ કિંમત ગ્રાહકને આપવામાં આવશે નહીં. જો ૪ થી વધુ નકલી નોટો મળી આવશે તો બેંક અધિકારી તે નોટો પોલીસને સોંપશે. પોલીસ તે નોટની તપાસ કરશે. બેંક નોટ ર્સોટિંગ મશીન (NSMs) દ્વારા નોટોની તપાસ કરશે.

 RBIની ૨૦૦૦ની નોટ ચલણમાંથી બહાર થયા બાદ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ નોટને કેમ બંધ કરવામાં આવી રહી છે.

RBIએ આ સવાલનો જવાબ આપ્‍યો છે કે આ નોટોનો બજારમાં ઓછો ઉપયોગ થયો હતો. તેનું સકર્યુલેશન બાકીની નોટો કરતા ઓછું હતું.

(3:56 pm IST)