Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

દરેક લોકસભા ક્ષેત્રમાં ભાજપ જંગી સભા યોજશેઃ યુપીમાં OBC અનામત આંદોલનની તૈયારી

મોદી સરકારના ૯ વર્ષની ઉજવણી : ભાજપનું મિશન ૨૦૨૪

રાજકોટ તા. ૨૨ : ભાજપ દ્વારા કેન્‍દ્રની નરેન્‍દ્રભાઇ મોદીની સરકારની ૯ વર્ષની ઉજવણી નિમિત્તે દેશભરમાં લોકસભા ક્ષેત્ર દિઠ એક-એક જાહેરસભા યોજવાનું નક્કી થયું છે. ભાજપે મિશન ૨૦૨૪ હાથ ધર્યું છે.

દેશના સૌથી મોટા રાજ્‍ય યુપીમાં ઓબીસી અનામત મુદ્દે પૂર્વ મુખ્‍યમંત્રી અખિલેશ યાદવએ આંદોલનની ચીમકી ઉચ્‍ચારી છે. પછાત વર્ગને તેનો હક્ક મળવો જોઇએ તેવું તેનું કહેવું છે. તેમણે જણાવેલ કે, ભાજપની અનામત વિરોધી માનસિકતા છે. ઓબીસીનો ક્‍વોટા નિયમ મુજબ ૨૭ ટકા છે. રાજ્‍ય સરકાર બક્ષીપંચને તેના અધિકારોથી વંચિત કરી રહી છે. સમાજવાદી પાર્ટી આ મુદ્દે જરૂર પડયે ઉચ્‍ચ ન્‍યાયાલય સુધી લડત કરશે.

યુપીના જુદા જુદા લોકસભા વિસ્‍તારોમાં ઓછામાં ઓછી ૧૦ હજાર લોકોની સભા યોજવાનો ભાજપનો નિર્ધાર છે. કેન્‍દ્ર સરકારની સિધ્‍ધીઓ વર્ણવાશે. મોદી સરકારની ૯ વર્ષની કામગીરી વર્ણવવા પત્રકાર પરિષદ પણ થશે. ઉપરાંત સમાજના વિવિધિ વર્ગોના સંમેલનો જુન માસમાં યોજવાનું આયોજન છે.

(11:23 am IST)