Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ : મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર પહોંચી

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા છે.
 

(12:00 am IST)