Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

૧૧ વર્ષીય બાળકીનું એક વર્ષ સુધી યૌન ઉત્પીડન કરવાને લઇ ૪પ વર્ષીય એન્જીનીયરની ધરપકડ

નોયડા ( ઉતરપ્રદેશ) માં છઠ્ઠા ધોરણની એક વિદ્યાર્થીની (૧૧) નુ એક વર્ષ સુધી યૌન ઉત્પીડન કરવાના આરોપમાં એમના પડોશમા રહેતા એનટીપીસીના ૪પ વર્ષના એક એન્જીનીયરની ધરપકડ કરવામા આવી છે. બાળકીએ પોતાના સ્કૂલ શિક્ષકને આપવીતી બતાવી. જેમણે એમના માતા પિતાને સુચિત કર્યા. પરીવારની ફરીયાદના આધારે પોલીસો આરોપીની ધરપકડ કરી.

(11:55 pm IST)