Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

૧૭ પ્રાદેશિક પક્ષોએ ચૂંટણી પંચને ફન્ડિંગની માહિતી ન આપી

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો રિપોર્ટ : વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૪૮ પ્રાદેશિક પક્ષોમાંથી ૧૫ પક્ષોએ જ નિયત સમય દરમિયાન પાર્ટી ફન્ડિંગની માહિતી આપી હતી

નવી દિલ્હી તા. ૨૨ : ચૂંટણી પંચ દ્વારા રિપોર્ટ માંગવા છતા ૧૭ પ્રાદેશિક પક્ષોએ વર્ષ ૨૦૧૭-૧૮માં મળેલા અનુદાન વિશે માહિતી નથી આપી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ADRના અહેવાલ મુજબ, ૪૮ પ્રાદેશિક પક્ષોમાંથી ૧૫ પક્ષોએ જ ચૂંટણી પંચને ફન્ડિંગનો રિપોર્ટ આપ્યો છે, જયારે ૧૬ અન્ય પ્રાદેશિક પક્ષોએ એક દિવસથી લઈને ૩૧ દિવસ મોડી માહિતી આપી હતી.

ADRના અહેવાલ મુજબ ૧૭ ક્ષેત્રીય દળોએ અત્યારસુધીમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન મળેલા ફન્ડિંગની માહિતી ચૂંટણી પંચને નથી આપી. માહિતી જાહેર ન કરનાર દળોમાં આસામ ગણ પરિષદ, મિજો નેશનલ ફ્રન્ટ, ઇન્ડિયન લોકદળમાં શામેલ કરે છે. ચૂંટણી પંચને માહિતી ઉપલબ્ધ કરાવનાર દળોમાં ૨૦,૦૦૦ રૂપિયાથી ઓછા અને વધારે ફન્ડની વિગતો આપી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ પ્રાદેશિક પત્રોને ૫૪.૮૧ કરોડનું પાર્ટી ફન્ડ મળ્યું છે. આ લોકોને ૨,૮૪૨ લોકોએ ફાળો આપ્યો છે.

નવીન પટનાયકની બીજુ જનતા દળને છ લોકો લોકોએ રૂપિયા ૧૩.૦૪ કરોડનો ફાળો આપ્યો છે. જયારે નિતીશ કુમારની જનતા દળ યુનાઇટેડને ૨૭ લોકોએ ૧૧.૧૯ કરોડ રૂપિયાનું ફન્ડિંગ આપ્યું છે. ત્રીજા નંબરે પ્રાદેશીક પક્ષ આયએસઆર કોંગ્રેસ છે, જેને રૂ. ૮.૩૫ કરોડનું અનુદાન મળ્યું છે. અત્યારસુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા ફાળામાં કુલ અનુદાન ૫૯.૪૪ ટકા એટલે કે રૂ. ૩૨.૫૮ કરોડ આ ત્રણ પક્ષોને જ મળ્યા છે.એડીઆરના અહેવાલ મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મળેલા ફન્ડના ૫ ટકા વિદેશથી આવ્યા છે. કેજરીવાલને ૪૧.૬૦ લાખ રૂપીયા વિદેશમાંથી મળ્યા છે. એડીઆરનો આ અહેવાલ વર્ષ ૨૦૧૭-૧૮ના ફાળા પર આધારીત છે.

(11:35 am IST)