Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કર્ણાટકની જયાનગર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો

વિજયકુમારના નિધન બાદ ભાજપે તેમના ભત્રીજા પ્રહ્વદને ઉમેદવાર બનાવ્યા

 

બેંગ્લુરુ :જયાનગર વિધાનસભા સીટ માટે ભાજપે ઉમેદવારે જાહેરાત કરી છે કે 12 મેએ કર્ણાટકની બે વિધાનસભા સીટ જયાનગર અને આરઆરનગરમાં ચૂંટણી નહોતી યોજાઇ. બંને સીટ પર 28 મેએ ચૂંટણી યોજાશે, જયાનગરના ધારાસભ્ય બીએન વિજયકુમારના નિધન બાદ ભાજપે તેમના ભત્રીજા પ્રહ્વદને ઉમેદવાર બનાવ્યા છે

(9:38 pm IST)
  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • નિપાહ વાઇરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ : સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયોઃ તબીબો સહિત જીલ્લા કલેકટરને અપાઇ સુચનાઃ ગુજરાતમાં રોગને ન પ્રવેશવા દેવા હાથ ધરાઇ કવાયત access_time 3:11 pm IST